NRI Samachar

News of Tuesday, 12th September, 2017

વોઇસ ઓફ સ્‍પેશીઅલી એબલ્‍ડ પિપલ્‍સ (VOSAP): દિવ્‍યાંગોને પ્રોત્‍સાહિત કરી તેમનામાં રહેલી શક્‍તિઓને બહાર લાવવાનું અભિયાનઃ NRI શ્રી પ્રણવ દેસાઇ નિર્મિત VOSAPમાં વોલન્‍ટીઅર્સ તરીકે જોડાઇ રહેલા અનેક સેવાભાવી સજ્જનો તથા સન્‍નારીઓ

વોઇસ ઓફ સ્‍પેશીઅલી એબલ્‍ડ પિપલ્‍સ (VOSAP): દિવ્‍યાંગોને પ્રોત્‍સાહિત કરી તેમનામાં રહેલી શક્‍તિઓને બહાર લાવવાનું અભિયાનઃ NRI શ્રી પ્રણવ દેસાઇ નિર્મિત VOSAPમાં વોલન્‍ટીઅર્સ તરીકે જોડાઇ રહેલા અનેક સેવાભાવી સજ્જનો તથા સન્‍નારીઓ

          (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ વોઇસ ઓફ સ્‍પેશીઅલી એબલ્‍ડ પિપલ (VOSAP)ના ઉપક્રમે યુ.એસ.ના ન્‍યુયોર્ક, સાન જોસ, લોસ એન્‍જલસ, એટલાન્‍ટા તથા હયુસ્‍ટનમાં ભારતનો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. જે અંતર્ગત VOSAPમાં વોલન્‍ટીઅર તરીકે જોડાવા ૩૮૭ NRIએ પ્રેરણાં મેળવી હતી. તથા પાંચ હજાર જેટલા લોકોએ બુથની મુલાકાત લઇ દિવ્‍યાંગોને પ્રોત્‍સાહિત કરી તેમનામાં રહેલી શક્‍તિને બહાર લાવવા પ્‍લેટફોર્મ પુરૂ પાડતી શ્રી પ્રણવ દેસાઇ પ્રેરિત VOSAP વિષયક જાણકારી મેળવી હતી.

         ઉપરોક્‍ત શહેરમાં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે આયોજીત બુથની મુલાકાત લેનારા મહાનુભાવોમાં કેલિફોર્નિયા ટ્રેઝરી સેક્રેટરી, યુ.એસ. કોંગ્રેસમેન, સાન ફ્રાન્‍સિસ્‍કો ખાતેના ભારતના ડેપ્‍યુટી કોન્‍સ્‍યુલ જનરલ શ્રી રોહિત રથિશ, એટલાન્‍ટા સ્‍થિત કોન્‍સ્‍યુલ ઓફ ઇન્‍ડિયા શ્રી ડી.વી. સિંઘ, સહિતનાઓનો સમાવેશ થતો હતો. જેમણે NRI કોમ્‍યુનીટી સાથે આ સત્‍કાર્યમાં જોડાવા તૈયારી દર્શાવી હતી.

         VOSAPના વોલન્‍ટીઅર્સ ભાઇ બહેનોએ વોશીંગ્‍ટન, ન્‍યુજર્સી, બેંગલુરૂ સહિતના સ્‍થળોએ ઉપસ્‍થિત લોકોને દિવ્‍યાંગો માટે કાર્યરત આ VOSAP વિષે માહિતિ આપી હતી. તેવું શ્રી પ્રણવ દેસાઇની યાદી જણાવે છે.

          

 (11:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS