NRI Samachar

News of Tuesday, 12th September, 2017

અમેરિકામાં હોટ યોગાગુરૂ તરીકે પ્રખ્‍યાત થયેલા વિક્રમ ચૌધરીની અપીલ રદ કરતી કેલિફોર્નિયા સ્‍ટેટ કોર્ટઃ પૂર્વ મહિલા એટર્નીને સેકસ માટે ત્રાસ આપવા બદલ ૭.૩ મિલીયન ડોલર ચૂકવવાના કોર્ટના હુકમ વિરૂધ્‍ધ અપીલ કરી હતી

         કેલિફોર્નિયાઃ અમેરિકામાં હોટ યોગા ગુરૂ તરીકે પ્રખ્‍યાત થઇ ગયેલા વિક્રમ ચૌધરીએ તેના પૂર્વ એટર્ની મિનાક્ષી જાફા બોર્ડનને ચૂકવવાના થતા ૭.૩ મિલીયન ડોલર અંગે કોર્ટના હુકમ વિરૂધ્‍ધ કરેલી અપીલ ૨૪ ઓગ.ના રોજ કેલિફોર્નિયા સ્‍ટેટ કોર્ટએ અમાન્‍ય ગણી છે.

         વિક્રમ ચૌધરી વિરૂધ્‍ધ તેના પૂર્વ એટર્ની મિનાક્ષીએ સેકસ માટે ત્રાસ આપવા તથા ખોટી રીતે તેમને તરતરફ કરવા બદલ દાવો દાખલ કર્યો હતો. જેના અનુસંધાને વિક્રમ ચૌધરીએ ઉપરોક્‍ત રકમ ચૂકવવી તેવો હુકમ કરાયો હતો.

         જોકે હાલમાં ચૌધરીના યુ.એસ. ખાતેના તમામ સ્‍ટુડિયો બંધ કરી દેવાયા છે. તથા તેઓ ભારતમાં લોનાવાલા મુકામે ટીચર ટ્રેનીંગ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (11:53 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS