NRI Samachar

News of Tuesday, 12th September, 2017

અમેરિકાના ફલોરિડામાં ઇરમા વાવાઝોડાથી ત્રસ્‍ત ભારતીયોની વહારે એટલાન્‍ટા સ્‍થિત દેશબાંધવોઃ સ્‍થળાંતર કરી એટલાન્‍ટા આવેલા ભારતીય પરિવારોને આશ્રય તથા ભોજન આપવા ગુજરાતી સમાજ સહિત તમામ મંદિરોએ દ્વાર ખુલ્લા મુકી દીધાઃ સેંકડો વોલન્‍ટીયર્સ દ્વારા વેજીટેરીયન ફુડ,દુધ,પાણી, દવા સહિત તમામ પ્રકારની મદદ માટે ૨૪ કલાકની રાઉન્‍ડ ધ કલોક સેવાઃ જય હો...

અમેરિકાના ફલોરિડામાં ઇરમા વાવાઝોડાથી ત્રસ્‍ત ભારતીયોની વહારે એટલાન્‍ટા સ્‍થિત દેશબાંધવોઃ સ્‍થળાંતર કરી એટલાન્‍ટા આવેલા ભારતીય પરિવારોને આશ્રય તથા ભોજન આપવા ગુજરાતી સમાજ સહિત તમામ મંદિરોએ દ્વાર ખુલ્લા મુકી દીધાઃ સેંકડો વોલન્‍ટીયર્સ દ્વારા વેજીટેરીયન ફુડ,દુધ,પાણી, દવા સહિત તમામ પ્રકારની મદદ માટે ૨૪ કલાકની રાઉન્‍ડ ધ કલોક સેવાઃ જય હો...

         

         

         એટલાન્‍ટાઃ અમેરિકાના ફલોરિડામાં ઇરમાં વાવાઝોડાએ મચાવેલા હાહાકારથી સ્‍વળાંતર કરી રહેલા લોકોને એટલાન્‍ટામાં નોનપ્રોફિટ સેવાભાવી સંસ્‍થાઓ તથા શક્‍તિ મંદિર દ્વારા આશ્રય આપી મદદરૂપ થવાનું માનવતાભર્યુ કાર્ય શરૂ થઇ ગયું છે.

         એટલાન્‍ટા ખાતેના ગુજરાતી સમાજના પ્રેસિડન્‍ટ શ્રી શ્રી વાસુદેવ પટેલના જણાવ્‍યા મુજબ તેઓએ ગુરૂવારથી જ સરદાર પટેલ ભવનના દ્વાર ખુલ્લા મુકી દીધા છે. જયાં ૫૦ ઉપરાંત વોલન્‍ટીયર્સ ૭૦૦ કલાકની સેવાઓ આપી રહ્યા છે. તેમજ આશરો મેળવનાર નાગરિકોને વેજીટેરીઅન ફુડ, દૂધ, પાણી, દવા, સહિતની જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડવાનું કામ શરૂ કરી દેવાયું છે.

         ઉલ્લેખનીય છે કે ફલોરિડા ખાતેના વાવાઝોડાને કારણે ૬૦ લાખ જેટલા લોકોને સ્‍થળાંતર કરવાની ફરજ પડી છે. જે પૈકી એટલાન્‍ટા આવેલા ભારતીય પરિવારોને તમામ પ્રકારની મદદ ગુજરાતી સમાજ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જે માટે પ્રેસિડન્‍ટ શ્રી વાસુદેવ પટેલની ટીમના શ્રી બકુલ પટેલ, શ્રીકિશોર પટેલ, શ્રી સમીર પટેલ, શ્રી ચિરાગ પટેલ, શ્રી રોહિત પટેલ સહિતનાઓ ૨૪ કલાક સેવાકીય કાર્ય માટે કામે લાગી ગયા છે.

         ફલોરિડાથી આવેલા સેંકડો ભારતીય પરિવારોને મદદરૂપ થવા માટ ગુજરાતી સમાજ ઉપરાંત, ધાર્મિક મંદિરો જેવા કે શક્‍તિ મંદિર, શિવ ટેમ્‍પલ, હિન્‍દુ ટેમ્‍પલ, મેકોન ઉમિયા માતા ટેમ્‍પલ, સહિત તમામ ભારતીયો આ મુશ્‍કેલીના સમયમાં દેશબાંધવોને મદદરૂપ થઇ રહ્યા છે.

         ઉપરાંત એટલાન્‍ટા ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ જનરલ ઓફિસ પણ આ સેવાભાવી સંસ્‍થાઓના તથા અસરગ્રસ્‍તોના સંપર્કમાં છે. જયાંથી તમામ પ્રકારનું માર્ગદર્શન તથા મદદ મળી રહે છે.

         સાથોસાથ સેવા ઇન્‍ટરનેશનલ તથા ઇન્‍ડિયન ફ્રેન્‍ડસ ઓફ એટલાન્‍ટાએ અસરગ્રસ્‍તોને નજીકના આશ્રય સ્‍થાને જવા અંગે માર્ગદર્શન આપવા માટે કોલ સેન્‍ટર શરૂ કરી દીધા છે તેવું સુશ્રી રૂચિતા પટેલની યાદી જણાવે છે.

          

 (11:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS