NRI Samachar

News of Tuesday, 12th September, 2017

યુ.એસ.માં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર રોબિન્‍સવિલ્લે ન્‍યુજર્સી ખાતે જલજીલણી એકાદશી ઉજવાઇઃ પૂજય મહંત સ્‍વામીએ શ્રીઘનશ્‍યામ મહારાજ અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી તથા અભિષેક મંડપમનું ઉદઘાટન કર્યુ

યુ.એસ.માં BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર રોબિન્‍સવિલ્લે ન્‍યુજર્સી ખાતે જલજીલણી એકાદશી ઉજવાઇઃ પૂજય મહંત સ્‍વામીએ શ્રીઘનશ્‍યામ મહારાજ અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી તથા અભિષેક મંડપમનું ઉદઘાટન કર્યુ

         

         

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સીમાં આવેલા રોબિન્‍સવિલ્લે સ્‍થિત BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં ૨ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ જલ જીલણી એકાદશી ઉત્‍સવ ઉજવાઇ ગયો.

         આ પ્રસંગે પૂજય મહંત સ્‍વામીએ શ્રી ઘનશ્‍યામ મહારાજ અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી હતી. તથા શ્રી ઘનશ્‍યામ મહારાજ અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરી હતી તથા શ્રી ઘનશ્‍યામ મહારાજ અભિષેક મંડપમનું ઉદઘાટન કર્યુ હતું.

         અભિષેક મંડપમમાં અયોધ્‍યા નજીક છપૈયા ગામમાં ઇ.સ. ૧૭૮૧ની સાલમાં જન્‍મેલા શ્રી સ્‍વામિનારાયણ ભગવાન કે જેમનું બાળપણનું નામ ઘનશ્‍યામ હતું તેમની બાળલીલાઓનું ચિત્રાંકન કરાયુ છે.

         શ્રી ઘનશ્‍યામ મહારાજ અભિષેક મંડપ તથા અભિષેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા પૂજય મહંત સ્‍વામીના વરદ રસ્‍તે કરાઇ હતી. જેમની સાથે પૂજય ઇશ્વર ચરણદાસ સ્‍વામી તથા સંતો જોડાયા હતા. તથા ભારતની ૧૦૮ નદીઓના પાણી વડે અભિષેક કરાયો હતો. બાદમાં પૂજય મહંત સ્‍વામીએ ભક્‍તોને અભિષેક દ્વારા મળતી શાંતિ તથા સમૃધ્‍ધિ અંગે માર્ગદર્શન સાથે આશિર્વાદ આપ્‍યા હતા. તેવું શ્રી લેનિન જોષીની યાદી જણાવે છે.

          

 (11:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS