NRI Samachar

News of Tuesday, 12th September, 2017

યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા તથા તેના ૬ વર્ષીય પુત્રની હત્‍યાનો ભેદ હજુ પણ અણઉકેલઃ ૨૩ માર્ચ ૨૦૧૭ના રોજ ૪૩ વર્ષીય શશિકલા તથા તેના ૬ વર્ષીય પુત્ર અનિશની લાશ રહેણાંક એપાર્ટમેન્‍ટમાંથી મળી આવી હતીઃ માહિતિ આપી મદદરૂપ થનારને ૨૫ હજાર ડોલરનું ઇનામ જાહેર કરતું પોલીસ ડીપાર્ટમેન્‍ટ

         ન્‍યુજર્સીઃ અમેરિકાના ન્‍યુજર્સીમાં ૨૩ માર્ચ ૨૦૧૭ના રોજ ઇન્‍ડિયન અમેરિકન  સોફટવેર એન્‍જીનીયર મહિલા ૪૩ વર્ષીય શશિકલા નારા તથા તેના ૬ વર્ષીય પુત્ર અનિશના મૃતદેહ તેના રહેણાંક એપાર્ટમેન્‍ટમાંથી મળી આવ્‍યા હતા. જે બંનેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. તેથી રહસ્‍યનો ભેદ ઉકેલવા માહિતિ આપનારને ૨૫ હજાર ડોલરનું ઇનામ પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા જાહેર કરાયું છે. તથા તે અંગેના પેમ્‍ફલેટ પણ ઇંગ્‍લીશ, હિન્‍દી, તેલૂગૂ તથા સ્‍પેનિશ ભાષામાં પ્રસિધ્‍ધ કરાયા છે.

         ઉલ્લેખનીય છે કે માતા તથા પુત્રના મૃતદેહ ઉપર અનેક પ્રહાર થયાના નિશાન મળી આવ્‍યા હતા. તથા તેના પતિએ ઘેર આવી બંનેના મૃત્‍યુ થયેલા જોતા પોલીસને જાણ કરી હતી. શશિકલા તથા પુત્રના મૃતદેહ વતનમાં પહોંચાડવા તેલૂગૂ એશોશિએશન દ્વારા ફંડ ભેગુ કરી વ્‍યવસ્‍થા કરાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (11:51 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS