Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

૩૦ કરોડ પરિવારો હવે બેંક એકાઉન્ટ ધરાવે છે : જેટલી

જન ધન યોજના ત્રણ વર્ષ પહેલા શરૂ કરાઇઃ જન ધન યોજના પહેલા સુધીમાં કુલ ૪૨ ટકા પરિવારના બેંક ખાતાઓ ન હતા : નાણાંમંત્રી અરૂણ જેટલીનો દાવો

૩૦ કરોડ પરિવારો હવે બેંક એકાઉન્ટ ધરાવે છે :  જેટલી

   નવી દિલ્હી,તા. ૧૩, કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે દાવો કર્યો હતો કે  ભારતમાં હજુ સુધીની સૌથી મોટી બેંક ખાતાઓ ખોલવાની ઝુંબેશ શરૂ કરવામા ંઆવ્યા બાદથી ૩૦ કરોડ પરિવાર હવે બેંક ખાતા ધરાવે છે. ત્રણ વર્ષ અગાઉ આની શરૂઆત કરવામાં આવી હતી. નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે જન ધન યોજના પહેલા સુધી આશરે ૪૨ ટકા લોકોના ખાતા ન હતા. જન ધન યોજનાનો મુખ્ય હેતુ દરેક પરિવારને બેકિંગ સુવિધા આપવા માટેનો રહેલો છે. તમામ વાણિજ્ય બેંકોમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટની ઓફર કરવામાં આવી  છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ યુનાઈટેડ નેશન્સની ફાયનાન્સિયલ ઈન્ક્લૂઝન કોન્કલેવમાં બોલતાં જણાવ્યું કે, જન ધન યોજના અંતર્ગત અત્યાર સુધી ૩૦ કરોડ બેંક ખાતા ખુલી ચુક્યા છે. ૩ વર્ષ પહેલા જ્યારે આ યોજના શરૂ થઈ હતી ત્યારે ૭૭ ટકા ખાતામાં બેલેન્સ નહોતું પરંતુ આજે આવા ખાતાની સંખ્યા ઘટીને માત્ર ૨૦ ટકા જ રહી ગઈ છે. નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ટેક્સની આવકમાં વધારો થયો છે. નોટબંધી અંગે બોલતા જેટલીએ કહ્યું કે, તેનાથી અનૌપચારિક અર્થતંત્ર ઔપચારિક બની ગયું છે અને તેનાથી ન માત્ર કર વધારવામાં મદદ મળી છે પરંતુ રોકડ લેણ દેણમાં પણ ઘટાડો થયો છે. નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારો મળ્યો છે અને હવે તેની અસર જોવા મળી રહી છે. ઉપરાંત ટેક્સમાં પણ વધારો થયો છે.

   જેટલીએ જણાવ્યું કે, આ ખાતા માત્ર ખોલવા જ પુરતા નથી પરંતુ તેમને સંચાલિત કરવાની પણ જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજય સરકારોની નવી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓના જન ધન એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી રહ્યો છે. જનધન ખાતાને સંચાલિત કરવા માટે ચારેબાજુએથી પહેલ કરવાની જરૂર છે.

 (11:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો