Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

પેટ્રોલ-ડીઝલમાં આગઝરતી તેજી :દિલ્હી-મુંબઈમાં પેટ્રોલનો ભાવ ત્રણ વર્ષની ટોચે :મંત્રાલયે ઇમર્જન્સી બેઠક બોલાવી

ક્રૂડમાં નબળાઇ અને રૂપિયામાં મજબૂતી બાદ ઇંધણના ભાવ આસમાને :ડાયનેમિક ફ્યૂલ પ્રાઇસિંગ લાગૂ થતા ગુપચુપ વધતા ભાવથી લોકો પરેશાન

પેટ્રોલ-ડીઝલમાં આગઝરતી તેજી :દિલ્હી-મુંબઈમાં પેટ્રોલનો ભાવ ત્રણ વર્ષની ટોચે :મંત્રાલયે ઇમર્જન્સી બેઠક બોલાવી

   રાજકોટ :દેશમાં દરરોજ બદલાતી પેટ્રોલ-ડિઝલની કિંમત બાદ ભાવમાં જબરી તેજીને કારણે લોકોની પરેશાની વધી છે દિલ્હી-મુંબઇમાં પેટ્રોલનો ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો છે મુંબઇમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા (પ્રતિ લીટર) સુધી પહોંચી છે. ક્રૂડમાં નબળાઇ અને રૂપિયામાં મજબૂતી બાદ પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી રહી છે,ભાવમાં ઉછાળાને કારણે લોકોમાં વધતા રોષને પગલે પેટ્રોલિયમ મંત્રાલયએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં ભાવની સમીક્ષા કરવામાં આવશે.
 
   
બુધવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 70.38 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો એક જુલાઇએ પેટ્રોલની કિંમત 63.09 પ્રતિ લીટર હતી અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષે 16 જૂનથી દેશભરમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો બાબતે ડાયનેમિક ફ્યૂલ પ્રાઇસિંગ લાગૂ કરી હતી જે મુજબ પેટ્રોલ-ડિઝલની કિંમતો 16 જૂન બાદથી દરરોજ કાચા તેલના ભાવના આધારથી વધે-ઘટે છે. આ પહેલા દર 15 દિવસો પર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં કાચા તેલની કિંમતના આધાર પર ફેરફાર કરાતો હતો

 (07:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો