Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

સોનાના ભાવમાં 500નો કડાકો :ચાંદીમાં 200નો વધારો

વૈશ્વિક બજારના નબળા વલણ અને સ્થાનિક સ્તરે લેવાલીનો અભાવથી કિંમતી ધાતુમાં નરમાઇ

સોનાના ભાવમાં 500નો કડાકો :ચાંદીમાં 200નો વધારો

   રાજકોટ :સોનાના ભાવ સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.સોનામાં વધુ 500નો ઘટાડો થયો હતો વૈશ્વિક બજારમાં નબળા વલણ અને સ્થાનિક લેવાલીના અભાવે દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનુ 500 રૂપિયા સસ્તુ થયું હતું સોનુ પ્રતિ 10 ગ્રામ 30,850 થી ઘટીને 30,350ના સ્તરે સરક્યું હતું જોકે ચાંદીએ ચમક જાળવી છે ચાંદીના ભાવમાં 200નો વધારો થયો છે દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે 10 ગ્રામ સોનાનો ભાવ 30, 350ના સ્તરે હતો આ સપ્તાહમાં સોનામાં બીજીવાર ઘટાડાનું વલણ જોવાયું હતું મંગળવારે પણ સોનાના ભાવમાં 150નો  ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ચાંદીના ભાવમાં 200 રૂપિયા વધ્યા છે.

    જાણકારોના માનવા મુજબ કોઈન મેકર્સ અને ઔદ્યોગિક એકમોની માંગને કારણે ચાંદીના ભાવમાં વધારો થયો છે ચાંદીનો ભાવ 41,850 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. દિલ્હીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્વતાવાળા સોનાના ભાવમાં 500 રૂપિયાના ઘટાડા સાથે ક્રમશ: 30,350 અને 30,200 (પ્રતિ 10 ગ્રામના )બોલાતા હતા

     વેપારીઓના જણાવ્યા મુજબ શ્રાદ્વના કારણે ઘરેલુ બજારમાં સોનાની ડિમાન્ડ ઓછી થઇ છે તેમજ ઉત્તર કોરિયા અને યૂએસમાં આવેલા તોફાન ઇરમાના કમજોર થવાથી વૈશ્વિક વલણો પણ કમજોર થયા છે. જેના કારણથી વધારે જોખમ સાથે સંપત્તિઓની માંગમાં વધારો થયો છે. જેના કારણે સોનાની કિંમતોમાં આ ઘટાડો નોંધાયો છે.

 (07:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો