Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

શિન્ઝો અમદાવાદમાં : કાલે ડ્રીમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ ભૂમિ પુજન

જાપાની વડાપ્રધાનનુ ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયુ : એક લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇ દેશભરમાં લોકોમાં ભારે ઉત્સુકતા આજે ઐતિહાસિક મંત્રણા સહિતના વિવિધ કાર્યક્રમ, શ્રેણીબદ્ધ કરારો કરાશે

   અમદાવાદ, તા.૧૩ : જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની ઐતિહાસિક યાત્રાએ આજે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ વિમાનીમથકે પહોંચ્યા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ અન્યો દ્વારા ભવ્ય રીતે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આબેનુ ગાર્ડ ઓફ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. હવે નરેન્દ્ર મોદીના મહાકાય ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર હવે ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આવતીકાલે ગુરૂવારના દિવસે દેશના સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ એથ્લેટીક્સ ગ્રાઉન્ડ સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ભૂમિપુજન કરવામાં આવનાર છે.આવતીકાલે ઐતિહાસિક મંત્રણાની સાથે સાથે બન્ને દેશોના પ્રતિનિધીસ્તરની મંત્રણા, બિઝનેસને લગતા વિવિધ કાર્યક્રમ પણ યોજાશે. બન્ને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવનાર છે.  ક્યા ક્યા એમઓયુ થશે તેને લઇને પણ તમામ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત આવતીકાલે કરનાર છે.  આની સાથે વૈશ્વિક ફવક પર ભારત અને જાપનો પરસ્પર સહકાર ક્ષેત્રે નવી દિશા ખોલી દેશે. ખાસ કરીને પ્રોજેક્ટ અનેક ઐતિહાસિક સોપાનોનુ સર્જન કરનાર છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડના કહેવા મુજબ પ્રોજેક્ટ દ્વારા દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ પ્રોજેક્ટને આટલી સુવિધાપૂર્ણ અને આકર્ષક નાણાં સહાય મળી રહી છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાદિત ખર્ચ રૂપિયા એક લાખ કરોડથી વધુનો થાય છે. પ્રોજેક્ટના ૮૦ ટકા નાણાં સહાય જાપાન સરકાર આપી રહી છે.  લાખો પ્રવાસીઓ વધુ ઝડપથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરી શકે તે હેતુસર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે આને જોવામાં આવે છે. પ્રોજેક્ટને ૨૦૨૨ સુધી અમલી કરવાની યોજના મોદી ધરાવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદમ્ય ઈચ્છા છે કે બુલેટટ્રેન વર્ષ-૨૦૨૨મા જે સમયે ભારત આઝાદીના ૭૫ વર્ષ પુરા કરે સમયે દોડતી થઈ જાય. પ્રોજેકટની ડેટલાઈન વર્ષ-૨૦૨૩ રાખવામા આવી છે. પ્રોજેકટ પાછળ થનારા કુલ ખર્ચ પેટે જાપાન તરફથી રૂપિયા ૮૮,૦૦૦ કરોડની લોન ભારતને . ટકાના નહીવત  વ્યાજ સાથે આપવામા આવનાર છે. જે ભારતે ૫૦ વર્ષમા પરત કરવાની રહેશે.

   હાલમાં ખુબ વ્યસ્ત રહેતા મુંબઈથી અમદાવાદ કે અમદાવાદથી મુંબઈ ટ્રેન માર્ગે પહોંચવામા સાત કલાક જેટલો સમય લાગે છે એના બદલે બુલેટ ટ્રેન રૂ થયા બાદ માત્ર ત્રણ કલાકના સમયગાળામા પહોંચી જવાશે.રૂઆતના સ્ટેજમા બુલેટ ટ્રેનમાં ૧૦ કાર રાખવામા આવશે જેના દ્વારા એક સાથે ૭૫૦ લોકો અવર જવર કરી શકશે.પાછળથી તેની ક્ષમતામા વધારો કરીને ૧૨૦૦ લોકો બેસી શકે પ્રકારેનુ આયોજન કરવામા આવ્યુ છે.પ્રોજેકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ ઉત્સાહિત છે તેમની ઈચ્છા છે કે વર્ષ-૨૦૨૨માં ભારત તેની આઝાદીના ૭૫ વર્ષ પુરા કરવા જઈ રહ્યુ છે એજ વર્ષમાં ઓગસ્ટ માસમા બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચે દોડતી થઈ જાય. ટ્રેનની ઝડપ પ્રતિ કલાકના ૩૨૦ થી ૩૫૦ કિલોમીટરની હશે.  બુલેટ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુર્લા કોંપલેક્ષથી ઉપડી થાણે,વિરાર, વાપી, સુરત,રૂ,વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન ખાતે પહોંચશે.સૂત્રોના કહેવા મુજબ,હાલ ભાડાના દર નકકી કરવામા આવ્યા નથી આમછતાં પણ રૂપિયા ૨૭૦૦થી ,૦૦૦ સુધીના દર રાખવામા આવી શકે છે. સાથે ટ્રેન અંગેના રૂરી તમામ પાર્ટસ ભારતમા મેઈક ઈન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામા આવશે જેમા જાપાનના નિષ્ણાતો ટેકનીકલ મદદ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભૂમિ પુજનની સાથે સાથે આવતીકાલે વડાપ્રધાન મોદી અને શિન્ઝોના કેટલાક અન્ય કાર્યક્રમો પણ છે. જેમાં ભૂમિ પુજન બાદ બન્ને નેતા ગાંધનીગર મહાત્માં મંદિર ખાતે પહોંચનાર છે. મહાત્મા મંદિર ખાતે દાંડી કુટિરની મુલાકાત લેનાર છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના જીવન ચારિત્ર્યને લગતી ઓડિયો વિજ્યુઅલ આંખીનુ ભવ્ય પ્રદર્શન કરવામાં આવનાર છે. તેને રસપ્રદરીતે નિહાળીને ગાંધીજીના જીવન ચરિત્રને સમજવાના પ્રયાસ કરવામાં આવનાર છે. ત્યારબાદ જાપાનના ડેલિગેશન સાથે પ્રતિનિધીસ્તરની મંત્રણા થનાર છે. બિઝનેસ ઇવેન્ટ સહિતના જુદા જુદા બિઝનેસને લગતા કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સમજુતીઓ બન્ને દેશો વચ્ચે કરવામાં આવી શકે છે. આમાં બન્ને વડાપ્રધાન હાજર રહેશે. ત્યારબાદ સાંજે સાયન્સ સીટીની મુલાકાત લઇને એજ દિવસે મોદી નવી દિલ્હી જવા અને અબે ટોકિયો જવા રવાના થનાર છે.

    નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો અબેની બે દિવસની ઐતિહાસિક અને હાઇપ્રોફાઇનલ અમદાવાદ અને ગાંધીનગર યાત્રા આજથી રૂ થઇ હતી.  બન્નેની ઐતિહાસિક યાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક પહેલ થનાર છે. જેમાં મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂમિ પુજા વિધી, ભવ્ય રોડ શો અને બન્ને દેશો વચ્ચે અનેક કરારો, દ્વિપક્ષીય પ્રતિનિધિ સ્તરની મંત્રણાનો સમાવેશ થાય છે. ભારત અને જાપાન વચ્ચેના સંબંધો શિન્જો અબેની મુલાકાતથી નવી ઉંચાઈ ઉપર પહોંચશે. સાથે સાથે બંને દેશો વચ્ચે વિશ્વાસ નિર્માણની પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધશે

 (07:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો