Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

બુલેટ ટ્રેન : અકસ્માતથી યાત્રી મૃત્યુ દર શુન્ય રહ્યો

ટ્રેન મોડા પડવાનો દર એક મિનિટથી ઓછો : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હશે

   અમદાવાદ, તા.૧૩ : મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ ટેકનોલોજીકલ એડવાન્સ છે. ઉચ્ચસ્તરીય સુરક્ષાના માપદંડો સાથેના ૫૦ વર્ષના ઈતિહાસમાં શીંકાન્સેન ટેકનોલોજી અંતર્ગત ટ્રેનનો મોડા પડવાનો વાર્ષિક દર એક મિનિટથી ઓછો છે. એટલું નહીં અકસ્માત કે અન્ય કારણોસર મુસાફરોનો મૃત્યુદર શૂન્ય છે. દર્શાવે છે કે, સુરક્ષા સલામતીના હાઈ સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ધરાવે છે. ટેકનોલોજી ડિઝાસ્ટર પ્રિવેન્શર સિસ્ટમથી સંપૂર્ણ સજ્જ છે જેથી ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે પ્રોજેક્ટ ટક્કર ઝીલી શકવા સક્ષમ છે. ટ્રેનમાં ઓછામાં ઓછા ઘોંઘાટથી સાનુકુળતા સાથે મુસાફરી કરી શકાશે. રોટેટીંગ સીટ ધરાવતી ટ્રેનમાં દિવ્યાંગો માટે ખાસ સીટની વ્યવસ્થા હશે. ટ્રેનમાં વેક્યુમ ટોઈલેટની સુવિધા છે. મહિલાઓ અને દિવ્યાંગો માટે ટ્રેઈનમાં વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. ટ્રેન ઈકો ફ્રેન્ડલી હશે. પ્રત્યેક કિલોમીટરે એરોપ્લેન કરતાં ચોથા ભાગમાં અને મોટરકાર કરતાં પાચમાં ભાગની ઊર્જા વપરાશ કરશે. દરિયાના પેટાળમાં સાત કિ.મીની ટનલ ધરાવતી ટ્રેન ભારત-જાપાન વચ્ચેના સહયોગના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત કરશે.

   બુલેટ ટ્રેન પ્રોજેક્ટ......

   

                                                                                                                                                                                                                                           
   

   બુલેટ ટ્રેન દોડશે

   

   અમદાવાદ-મુંબઈ

   

   જાપાન નાણા આપશે

   

   ૮૮૦૦૦ કરોડ

   

   પ્રોજેક્ટ ઉપર કુલ ખર્ચ

   

   . લાખ કરોડ

   

   જાપાન ફંડિંગ આપશે

   

   ૮૫ ટકા

   

   ભારતને ફેર ચુકવણી કરવી પડશે

   

   ૫૦ વર્ષ

   

   બુલેટ ટ્રેન દોડી શકશે

   

   ૨૦૨૨

   

   કુલ સ્ટેશન રહેશે

   

   ૧૨

   

   ટ્રેનની સ્પીડ રહેશે

   

   ૩૨૦ કિમી પ્રતિકલાક

   

   કુલ લોકો બેસી શકશે

   

   ૭૫૦

   

   બુલેટ ટ્રેનમાં કાર હશે

   

   ૧૦

   

   ભાડુ હશે

   

   ૨૭૦૦-૩૦૦૦

   

   અકસ્માતમાં યાત્રી મૃત્યુ દર

   

   શુન્ય

   

   ટ્રેન મોડે પડવાનો દર

   

   વાર્ષિક એક મિનિટ

   

   વિશેષતા

   

   ભૂકંપમાં કોઇ નુકસાન નહી

   

   
 (07:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો