Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

આવતી કાલના મહત્વપૂર્ણ કાર્યક્રમો

કાલે બપોરના ગાળામાં ભારત-જાપાન સમિટ

                  અમદાવાદ, તા.૧૩ : જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે બે દિવસની ઐતિહાસિક યાત્રાએ આજે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ વિમાનીમથકે પહોંચ્યા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ અન્યો દ્વારા ભવ્ય રીતે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આબેનુ ગાર્ડ ઓફ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મોદી અને શિન્ઝોના આવતીકાલે કેટલાક કાર્યક્રમ છે. જે પૈકી સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિ પુજન સાથે સંબંધિત છે. પ્રોજેક્ટ એક લાખ કરોડથી વધુનો પ્રોજેક્ટ છે. જેના મારફતે મુબંઇથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે. આશરે બે લાખ કરોડના કરાર કરવામાં આવે તેવી શક્યતા છે. બન્ને દેશોના બિઝનેસ ઇવેન્ટ સહિતના કાર્યક્રમ પર પણ નજર રહેશે. મોદી અને શિન્ઝોનો આજનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

      ૧૪મી સપ્ટેમ્બરનો કાર્યક્રમ

      *          સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન રૂ કરવાના પ્રોજેકટનુ ભુમિપુજન કરાશે

      *          બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિપુજન બાદ બપોરે મહાત્મા મંદિર ખાતે ગાંધીકુટીરની મુલાકાત લેવા બન્ને મહાનુભાવો રવાના થઇ જશે અને સીધા મહાત્મા મંદિરે પહોંચશે

      *          મહાત્મા મંદિર ખાતે ઈન્ડો-જાપાન સમિટમા બંને દેશો વચ્ચે મહત્વના કરારો કરવામા આવશે

      *          સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાયન્સ સિટી ખાતે બંને મહાનુભવોના સન્માનમા રાત્રી ભોજન આયોજિત કરવામા આવ્યુ છે

      *          ૧૪મીએ રાત્રે જાપાનના વડાપ્રધાન શીનજો અબે તેમના પત્ની અકી અબે ટોકીયો જવા રવાના થશે.

       

 (07:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો