Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

નરેન્દ્ર મોદી ઉમળકાભેર શિન્ઝો અબેને ભેટયા...

   અમદાવાદ,તા.૧૩ : અમદાવાદ એરપોર્ટ પર આજે બપોરે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે આવી પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભારે ઉષ્માભર્યું અને ઉમળકાભરે સ્વાગત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને વડાપ્રધાન મોદી તેમને ભારે ઉત્સાહ અને લાગણીથી ભેટયા હતા, જયારે તેમની પત્ની અકી આબેની સાથે હાથ મિલાવી તેમનું અભિવાદન સાથે સ્વાગત કર્યું ત્યારે દુનિયાભરની નજર મોદી અને શિન્ઝોની ગાઢ દોસ્તીના દ્રશ્યોની સાક્ષી બની હતી.             એરપોર્ટ પર જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેને સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ સન્માનિત કરાયા હતા. એરપોર્ટ પર ત્રણેય પાંખના જવાનોએ સેૈન્ય શિસ્તતા વચ્ચે અને પ્રોટોકોલ સાથે મહેમાન વડાપ્રધાનને સલામી આપી હતી. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેના સ્વાગત બાદ તેઓને એરપોર્ટ પરથી વિશેષ સુરક્ષા કાફલા વચ્ચે ત્યાંથી સીધા સાબરમતી આશ્રમ ખાતે લઇ જવાયા હતા.     અગાઉ મહેમાન વડાપ્રધાન જાપાનના ખાસ વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વાગત માટે પહેલેથી ઉભા રહ્યા હતા. મોદી લાઇટ યલો ઝભ્ભા અને કુર્તામાં સજ્જ હતા. બીજીબાજુ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્ની અકી આબેની સુરક્ષાને લઇને પણ ખાસ વ્યવસ્થા એરપોર્ટ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ અને તેની ફરતેના સમગ્ર વિસ્તારને સીકયોરીટી વ્યવસ્થા હેઠળ કોર્ડન કરી લેવાયો હતો. સેંકડો સુરક્ષા જવાનો બંને દેશના વડાપ્રધાનની સુરક્ષાને લઇ હાઇએલર્ટ પર રખાયા હતા.

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો