Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

મોદી-શિન્ઝોના રોડ શોએ ગજબનું આકર્ષણ જમાવ્યું

મોદીના બુલેટ શોને જોવા નગરજનો ઉમટ્યા : ફુલોથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં જાપાનના વડાપ્રધાન અને તેમના પત્ની રોડ-શોમાં નિકળ્યાઃ ભવ્ય નજારો રહ્યો

મોદી-શિન્ઝોના રોડ શોએ  ગજબનું આકર્ષણ જમાવ્યું

   અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ એરપોર્ટ પરથી જાપાનના વડાપ્રધાન શિન્ઝો, તેમના પત્ની અકી આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયારે ફુલહારથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં મેગા રોડ શો કરતાં સાબરમતી આશ્રમ પહોંચ્યા તે દરમ્યાન મોદી અને શિન્ઝોના મેગા રોડ શોએ શહેરના લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. જાપાનના વડાપ્રધાન શિન્ઝો અને તેમની પત્ની અકી આબે રોડ-શો માટે નીકળતાં નગરજનો તેમની એક ઝલક જોવા માટે પડાપડી કરતાં નજરે પડતા હતા. સૌથી વધુ નોંધનીય અને ધ્યાનાકર્ષક વાત રહી હતી કે, જાપાનના વડાપ્રધાન શિન્ઝો અને તેમના પત્ની અકી આબે જાપાનમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમના મહેમાની પરિવેશમાં હતા પરંતુ મેગા રોડ-શો માટે ખુલ્લી જીપ્સીમાં બેઠા ત્યારે તેઓ ભારતીય પહેરવેશમાં સજ્જ થઇ ગયા હતા.   ભારતીય પહેરવેશમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે મોદીના જેવી લાઇટ યલો ઝભ્ભો, તેની પર બ્લ્યુ કલરની કોટી(મોદી કોટી) અને કુર્તામાં સજ્જ થયેલા નજરે પડતા હતા તો, તેમના પત્ની અકી આબે રૂ કલરના પંજાબી ડ્રેસમાં વ્હાઇટ દુપટ્ટા સાથે નજરે પડતા હતા. ભારતીય પહેરવેશમાં વિદેશી મહેમાન વડાપ્રધાન અને તેમના પત્નીને નિહાળીને અમદાવાદની જનતા પણ ખુશ થઇ ગઇ હતી અને તેમનું ભારે ઉત્સાહ સાથે સમગ્ર રૂ દરમ્યાન તેમનું સ્વાગત કરતી નજરે પડતી હતી. વ્હાઇટ કલરની ખુલ્લી જીપ્સીને ફુલો અને હારથી બહુ સુંદરી રીતે શણગારાઇ હતી. આઠ કિલોમીટર લાંબા રોડ-શો દરમ્યાન જીપ્સીમાં મોદી, શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેને ઉભા રહેવા માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી તો, સાથે સાથે રોડ શો દરમ્યાન બેસવું હોય તો પણ ખાસ ખુરશીઓ મૂકી વ્યવસ્થા કરાઇ હતી. એટલું નહી, ત્રણેય મહાનુભાવોની સુરક્ષા સાથે તેઓની પાછળ જાપાનના સુરક્ષા ગાર્ડ ખાસ તૈનાત રહેલા હતા. રોડ શો દરમ્યાન ત્રણેય મહાનુભાવો હાથ હલાવી હસતા ચહેરે નગરજનોનું અભિવાદન ઝીલતા હતા તો, સાથે સાથે સમગ્ર રૂટમાં રોડની બંને બાજુ પહેલેથી ઉભા રહેલા હજારો શહેરીજનો જાપાન અને ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રણેય મહાનુભાવોનું સ્વાગત-અભિવાદન કરતાં નજરે પડતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર રૂ દરમ્યાન તેમને અમદાવાદ શહેર, તેના નગરજનો, વિવિધ સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા કાર્યક્રમો, સાબરમતી રિવરફ્રન્ટ સહિતની બાબતોની માહિતી અને જાણકારી સતત આપતા રહ્યા હતા.

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો