Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ભવ્ય રોડ શોની સાથે સાથે

અકી આબેએ રોડ શોનું મોબાઇલમાં રેકોર્ડીંગ કર્યું

               અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદ એરપોર્ટ પરથી જાપાનના વડાપ્રધાન શિન્ઝો, તેમના પત્ની અકી આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયારે ફુલહારથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં મેગા રોડ શો કરતાં સાબરમતી આશ્રમ પહોંચ્યા તે દરમ્યાન મોદી અને શિન્ઝોના મેગા રોડ શોએ શહેરના લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું હતું.યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.

   શિન્ઝોના પત્ની અકી આબેએ રોડ શોનું મોબાઇલમાં રેકોર્ડીંગ કર્યું

   એરપોર્ટથી તાજ સર્કલ,તાજ સર્કલથી કેમ્પ હનુમાન,કેમ્પ હનુમાનથી શાહીબાગ ડફનાળા,શાહીબાગ ડફનાળાથી શિલાલેખ(રીવરફ્રન્ટ),નારણઘાટથી આરટીઓ,આરટીઓથી સાબરમતી આશ્રમ, આશ્રમમાં સાંજની પ્રાર્થનામા ભાગ લેશે.બાદમા આશ્રમથી રીવરફ્રન્ટના માર્ગે રીવરફ્રન્ટ ખાતે થોડો સમય બંને મહાનુભવો સાથે ગાળશે.રીવરફ્રન્ટથી જુના એલિસપુલ પહોંચશે ત્યાંથી સીદી સૈયદની જાળી મસ્જિદ પહોંચશે.બાદમા હેરીટેજ હોટલ અગાશીયે ખાતે રાત્રી ડીનર લેશે.ડીનર બાદ જાપાનના વડાપ્રધાન શીનજો અબે અને તેમના પ્તની અકી અબે વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત ખાતે રાત્રી રોકાણ કરશે.

   વિવિધ સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું

   એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના સમગ્ર રૂટની વચ્ચે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા કલાકારોના કાર્યક્રમો પણ વિદેશી મહેમાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શિન્ઝો આબે અને તેમના પત્ની ભારતીય સંસ્કૃતિ ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિના દ્રશ્યો નિહાળી ભારે પ્રભાવિત અને ઉત્સાહિત થયા હતા.

   મોદીએ સૌપ્રથમવાર કોઇ દેશના વડાપ્રધાન સાથે રોડ શો યોજયો

               વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમવાર કોઇ દેશના વડાપ્રધાન સાથે મેગા રોડ-શો યોજયો હોય અને તે પણ અમદાવાદમાં તે એક ઐતિહાસિક અને નોંધનીય ઘટના હતી. મોદીએ બંને મહાનુભાવોને રોડ-શોમાં ભારતીય પહેરવેશમાં સજ્જ કરાવી યાત્રા કરાવી હતી તે પણ એક નોંધનીય ઘટના હતી. કોઇ દેશના વડાપ્રધાન સીધા અમદાવાદ આવ્યા હોય અને અહીંથી પાછા પોતાના દેશ પરત ફરશે તે પણ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના હશે.

 (07:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો