Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

શિન્ઝો- તેમના પત્નીએ બે હાથ જોડીને ગાંધીજીને કરેલા નમન

શિન્ઝોની મોદી સાથે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ : વિદેશી મહેમાન-તેમના પત્નીએ બાપુની તસ્વીરને ખાદીની આંટી પણ પહેરાવી :વીઝીટર માટેની ડાયરીમાં નોંધ કરી

   અમદાવાદ,તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી જીપ્સીમાં મેગા રોડ - શો કરતાં સાબરમતી ગાંધી આશ્રમ પહોંચેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે ગાંધીઆશ્રમનો માહોલ અને ગાંધીમૂલ્યોને નિહાળી સારી એવી હદે પ્રભાવિત થયા હતા. શિન્ઝો અને તેમના પત્નીએ મોદી સાથે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી અને તેમને બે હાથ જોડી નમન કર્યા તે દ્રશ્યો સૌકોઇનું ધ્યાન ખેંચતું હતું. શિન્ઝો અને તેમના પત્ની અકી આબેએ બાપુની તસવીરને પણ ખાદીની આંટી પહેરાવી નમન કર્યા હતા. આશ્રમની મુલાકાત બાદ શિન્ઝો અને તેમના પત્નીએ વીઝીટર ડાયરીમાં નોંધ પણ કરી હતી.             અમદાવાદ એરપોર્ટ પરથી ફુલોથી શણગારેલી જીપ્સીમાં રોડ-શો કરતાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાંજે -૩૫ મિનિટે ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ગાંધીઆશ્રમમાં પહોંચતાંની સાથે પ્રવેશતાં આશ્રમના સંચાલકો દ્વારા ત્રણેય મહાનુભાવોનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી શિન્ઝો અને તેમના પત્નીએ તેમના પગરખા ઉતાર્યા બાદ આશ્રમમાં બાપુની તસવીરને મોદી સાથે મળી ખાદીની આંટી પહેરાવી હતી અને બાપુને બે હાથ જોડી નમન કર્યા હતા. ત્યારબાદ મોદી તેમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ચરખો ચલાવી રૂ- ખાદી કાંતતા હતા તે કક્ષમાં લઇ ગયા હતા અને તેમને ચરખો બતાવી સમગ્ર હકીકતો જણાવી તેમને ઇતિહાસથી વાકેફ કર્યા હતા. મોદીએ કાંતેલ રૂનો નાનો જથ્થો હાથમાં લઇ શિન્ઝો અને તેમની પત્નીને ઝીણવટતાભરી રીતે ચરખાની અને તેના ઇતિહાસની મહત્તા સમજાવી હતી, તે બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું હતુું. પછી મોદી તેમને આશ્રમના પ્રાર્થનાસ્થળ ખાતે સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે લઇ ગયા હતા, જયાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેએ મોદી સાથે મળી રાષ્ટ્રપિતા ગાંધીજીને પુષ્પાંજલિ કરી હતી અને તેમને બે હાથ જોડી વંદન કર્યા હતા. ત્રણેય મહાનુભાવોની મુલાકાત દરમ્યાન આશ્રમમાં બાળાઓ અને નાની છોકરીઓ ગાંધીજીને પ્રિય ભજન વૈષ્વજન તો તેને રે કહીએ જે... ગાતી નજરે પડતી હતી, જેને લઇ આશ્રમમાં શાંતિ અને સાત્વિકતાનો માહોલ છવાયેલો નજરે પડતો હતો.

 (07:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો