Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

તેજીનો દોર : સેંસેક્સ વધુ ૨૭ પોઇન્ટ ઉછળીને બંધ

નિફ્ટી કારોબારના અંતે ૧૦૦૭૯ની સપાટીએ : મેટલ, રિયાલિટી, ઓટો તેમજ એમઓમસીજીના શેરમાં જોરદાર કડાકો : કારોબારીઓ હાલમાં દિશાહીન દેખાયા

   મુંબઈ,તા. ૧૩ : શેરબજારમાં આજે સતત પાંચમા દિવસે તેજી રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા.આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૭ પોઇન્ટ સુધરીને ૩૨૧૮૬ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ સુધરીને ૧૦૦૭૯ની સપાટી પર રહ્યો હતો. આજે મેટલ, રિયાલિટી, ઓટો, એફએમસીજી અને ગેસના શેરમાં વેચવાલી જોવા મળી હતી. આવતીકાલે જાહેર કરવામાં આવનાર ડબલ્યુપીઆઇ આંકડા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.  ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૨૭૬ પોઇન્ટ ઉછળીને ૩૨૧૫૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૭ પોઇન્ટ ઉછળીને ૧૦૦૯૩ની સપાટીએ રહ્યો હતો. મ્યુચ્યુઅલફંડ પ્રવાહ માર્કેટમાં બે સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. ઇક્વિટીમાં સાતમી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીના ગાળામાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ૭૩૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે. આની સાથે બે વર્ષ અગાઉના રેકોર્ડ કરતા પણ વધુ નાણા ઠાલવવામાં આવ્યા છે. સમગ્ર કેલેન્ડર વર્ષ ૨૦૧૫ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટીમાં ૭૨૧૯૯ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. કેલેન્ડર વર્ષ ૨૦૧૫માં એમએફ દ્વારા ૪૮૧૭૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વૈશ્વિક બજારોમાં ઉત્તર કોરિયાની કટોકટીની કોઇ અસર દેખાઈ હતી.   ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા ઓગસ્ટ મહિના માટે ગુરુવારના દિવસે ૧૪મી સપ્ટેમ્બરે જારી થશે. હોલસેલ આધારિત ફુગાવો જુલાઈ મહિનામાં .૮૮ ટકા થયો હતો. કારણ કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યાના પ્રથમ મહિનામાં કેટલીક કોમોડિટીની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. જૂન ૨૦૧૭માં ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો .૯૦ ટકા હતો. જ્યારે જુલાઈ ૨૦૧૬માં આંકડો .૬૩ ટકાનો હતો. શનિવારના દિવસે ગઇકાલે મોડીરાત્રે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળી હતી જેમાં અપેક્ષાની બિલકુલ વિરુદ્ધમાં કેટલાક પગલા લેવાયા હતા. દરરોજ ઉપયોગમાં આવતી ૪૦ વસ્તુઓના જીએસટી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રિટર્ન ફાઇલ કરવાની તારીખને લંબાવી દેવામાં આવી હતી અને જીએસટી નેટવર્ક દ્વારા સામનો કરવામાં આવી રહેલા મુદ્દામાં ધ્યાન આપવા પ્રધાનોની એક પેનલની રચના કરવામાં આવી હતી. કિમ જોંગના નેતૃત્વમાં ઉત્તર કોરિયા ટૂંક સમયમાં આઈસીબીએમ મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે તેવી દહેશતના કારણે મૂડીરોકાણકારો બજારમાં પ્રવેશ કરવાથી દૂર જોવા મળી રહ્યા છે. સોના જેવા સુરક્ષિત ગણાતા ક્ષેત્રમાં રોકાણ કરવામાં મૂડીરોકાણકારો વિશ્વાસ રાખી રહ્યા છે. શેરબજાર અને રૂપિયાની ચાલ પર હાલ વૈશ્વિક પરિબળોની સાથે સાથે સ્થાનિક પરિબળોની અસર દેખાઇ રહી છે. જેના કારણે   અસ્થિરતા જોવા મળી રહી છે.

 (07:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો