Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

યોગી સરકારની ખેડૂતો સાથે ક્રૂર મજાકઃ લોનના રૂપિયા ૧૦ માફ કર્યાં !

   લખનૌ તા.૧૩ : ઉત્ત્।ર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ખેડૂતોના રૂપિયા ૩૬,૦૦૦ કરોડના દેવાં માફ કરાયાંની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે, લોન માફીના નામે સરકાર દ્વારા ખેડૂતોને રૂપિયા ૧૦થી રૂપિયા ૨૧૫ માફ કરી ક્રૂર મજાક કરાઇ છે. યુપીના હમીરપુર ખાતે આયોજિત સમારંભમાં ખેડૂતોને રૂપિયા ૧૦ની લોનમાફી કરાઇ છે તેવા પ્રમાણપત્રો વહેંચાયાં હતાં. આ સમારંભમાં રાજયના શ્રમ રાજયમંત્રી મનોહરલાલ પણ હાજર રહ્યાં હતાં. રૂપિયા ૫૦,૦૦૦નું દેવું ધરાવતા ખેડૂતોને ૧૦ થી ૨૦ રૂપિયા માફ કરાયા હોવાના પ્રમાણપત્રો મળતાં ઘણા હતાશ થયાં હતાં. ફરિયાદ થતાં મનોહરલાલે જણાવ્યું હતું કે, કદાચ પ્રમાણપત્રોમાં છાપકામની ભૂલ થઇ હશે. સરકાર તપાસના આદેશ આપશે અને ભૂલ સુધારશે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, લોનમાફીના નામે અમારી સાથે ક્રૂર મજાક કરાઇ છે.ઉમરી ગામના ખેડૂત મુન્નીલાલના માટે રૂપિયા ૫૦,૦૦૦ની લોનનું દેવું છે. તેને રૂપિયા ૨૧૫ માફ થયાંનું પ્રમાણપત્ર અપાયું હતું.

 (04:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો