Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

રૂનાં આંસુ રડે છે

રોજના ૩પ થી ૪૦ રૂના પૂમડા નીકળે છે

<br /> રૂનાં આંસુ રડે છે

      ભોપાલ તા.૧૩ : થોડા સમય પહેલા યમનની એક છોકરીની આંખમાંથી પથરાના આંસુ નીકળતા હોવાના અને ભારતની એક ટીનેજરની આંખમાંથી લોહીના આંસુ વહેતા હોવાના સમાચાર આપણે સાંભળ્યા છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં રહેતી ૧૧ વર્ષની માનસી નામની છોકરીની આંખમાંથી રૂના આંસુ નીકળે છે એવો દાવો થઇ રહ્યો છે. પંચખુરા ગામની છઠ્ઠા ધોરણમાં ભણતી માનસી કેવટની આંખમાંથી છેલ્લા બે અઠવાડિયાથી રોજના ૩પ થી ૪૦ રૂનાં પુમડા નીકળે છે.

      તેના પિતા ગેંદલાલ કેવટનો દાવો છે કે રપ ઓગષ્ટથી આ સીલસીલો શરૂ થયો છે. ગામ લોકોનું માનવુ છે કે તેના પર કોઇ બુરા આત્માની અસર પડી છે. એ જ કારણોસર લોકો આ છોકરી કે તેના પરિવારજનોથી છેટુ રાખી રહ્યા છે. સ્થાનિક ડોકટરે આંખની તપાસ કરીને જોયુ તો તેમને પણ આંખમાંથી રૂનાં નાના પુમડા નીકળતા દેખાયા, પણ આવુ કેવી રીતે શકય છે એ તેમને પણ ખબર નથી પડતી. તેમણે પરિવારને કોઇ સારા આંખના નિષ્ણાંતને કન્સલ્ટ કરવાની સલાહ આપી છે. જબલપુરની મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજીના ડીન ડો.નવનીત સકસેનાનું કહેવુ છે કે આ છોકરીને એલર્જિક રીએકશન આવ્યુ લાગે છે. જેને કારણે વાઇટ ડિસ્ચાર્જ ગુંગળુ વળીને આવે છે અન્ય ડોકટરોનું કહેવુ છે કે કદાચ વિટામિન ડીની ઉણપને કારણે આંખમાંથી નીકળતો ડિસ્ચાર્જ રૂ જેવો દેખાતો હોવો જોઇએ.

 (04:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો