Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

શરદ યાદવ - અન્સારીનું રાજ્યસભા પદ રદ્દ થવાનું કાઉન્ટ-ડાઉન શરૂ

<br /> શરદ યાદવ - અન્સારીનું રાજ્યસભા પદ રદ્દ થવાનું કાઉન્ટ-ડાઉન શરૂ

      નવી દિલ્હી તા. ૧૩ : જનતા દળના પૂર્વ અધ્યક્ષ અને અસંતુષ્ટ નેતા શરદ યાદવ તેમજ અલી અનવર અન્સારીનાં રાજયસભાપદ રદ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજયસભા સચિવાલયે શરદ યાદવ અને અન્સારીને તેમના પક્ષની અરજી પર એક અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કરતી નોટિસ જારી કરી છે. તેમની પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ। બદલ તેમને રાજયસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાની માગણી કરવામાં આવી છે.

      શરદ યાદવ અને તેમના સહયોગી સાંસદ અલી અનવર માટે આ એક મોટા ફટકા સમાન છે. શરદ યાદવનું પોતાનું જૂથ અસલી હોવાની તેમની અરજી ચૂંટણીપંચે ફગાવી દીધી છે. ચૂંટણીપંચે આપેલા ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે રપ ઓગસ્ટના રોજ ચૂંટણીપંચમાં આપવામાં આવેલી અરજીમાં શરદ યાદવે પોતાનું જૂથ અસલી જનતા દળ (યુ) હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના સમર્થનમાં કોઇ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હતા. તેના સ્થાને એમ કહીને સમય માગ્યો હતો કે અસલી જનતા દળ (યુ) હોવાના પુરાવા અને દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ અરજી પર શરદ યાદવની સહી પણ નહોતી, એટલા માટે ચંૂંટણીપંચે ધ્યાનમાં લીધી નહોતી.દરમિયાન જદ(યુ)ના અધ્યક્ષ નીતીશકુમાર દ્વારા ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ શરદ યાદવ તરફથી પટણામાં આયોજિત વિરોધ પક્ષની રેલીમાં ભાગ લીધા બાદ જદ(યુ)એ રાજયસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને એક અરજી કરીને શરદ યાદવ અને અન્સારીને ગેરલાયક ઠરાવવા અનુરોધ કર્યો હતો, કારણ કે અન્સારીએ પણ રાજદની રેલીમાં ભાગ લીધો હતો.

      જનતા દળ (યુ)ના મહામંત્રી સંજય ઝાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ એવા દાખલા બન્યા છે કે જેમાં રાજયસભાના સભ્યોને વિરોધ પક્ષના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હોય. આ માટે તેમણે ભાજપના સભ્ય જયપ્રસાદ નિષાદનો દાખલો ટાંકયો હતો કે જેઓ રાજદમાં ચાલ્યા ગયા હતા.

 (04:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો