Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

SBI લાઇફનો IPO ૨૦ સપ્ટેમ્બરે ખૂલશે

   નવી દિલ્હી તા. ૧૩ : એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સનો પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ (આઇપીઓ ૨૦ સપ્ટેમ્બરે ખૂલશે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇની પેટાકંપની એસબીઆઇ લાઇફ આઇપીઓ મારફત મૂડીબજારમાંથી આશરે ૮,૪૦૦ કરોડ એકત્ર કરવા માગે છે. જીવન વીમા ક્ષેત્રની આ કંપનીનો પબ્લિક ઇશ્યૂ ૨૨ સપ્ટેમ્બરે બંધ થશે, એમ એસબીઆઇએ નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું.

   ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના ગયા વર્ષના પબ્લિક ઇશ્યૂ બાદ આ જીવન વીમા ક્ષેત્રની કંપનીનો બીજો આઇપીઓ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસબીઆઇ લાઇફ તેના આઇપીઓ માટે શેર દીઠ રૂ.૬૮૫થી ૭૦૦ના પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કરી છે. તે પ્રાઇસ બેન્ડના ઊંચા સ્તરે કંપની આશરે રૂ.૮,૪૦૦ કરોડ એકત્ર કરે તેવો અંદાજ છે.

   ડ્રાફટ ઓફર ડોકયુમેન્ટ્સમાં જણાવ્યા અનુસાર એસબીઆઇ લાઇફના પબ્લિક ઇશ્યૂમાં તેના પ્રમોટર્સ આશરે ૧૨ કરોડ સુધીના ઇકિવટી શેરનું વેચાણ કરશે. આ શેરનું વેચાણ ઓફર ફોર સેલ મારફત થશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) આશરે આઠ કરોડ સુધીના શેર અને બીએનપી પારિબા કાર્કિડ એસએ આશરે ચાર કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.

   એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઇ અને ફ્રાન્સની ઇન્શ્યોરન્સ હોલ્ડિંગ કંપની BNP પારિબા કાર્ડિફ (BNPPC) વચ્ચેનું સંયુકત સાહસ છે. એસબીઆઇ લાઇફમાં એસબીઆઇ ૭૦.૧૦ ટકા હિસ્સો ધરાવે છે, જયારે BNPPC આશરે ૨૬ ટકા હિસ્સો ધરાવે છે. લઘુમતી શેરહોલ્ડર્સ વેલ્યૂ લાઇફ પીટીઇ (કેકેઆર એશિયન ફંડનું એકમ) અને મેકરિચી ઇન્વેસ્ટમેન્ટ પીટીઇ (ટેમાસેક હોલ્ડિંગની પેટાકંપની) આશરે ૧.૯૫ ટકા હિસ્સો ધરાવે છે.

 (04:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો