Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

કૈલાસ - માનસરોવર યાત્રા માટે નાથુ લા પાસ ખોલવાની ચીનની તૈયારી

   નવી દિલ્હી તા. ૧૩ : તિબેટને રસ્તે કૈલાસ માનસરોવરની યાત્રા ફરી શરૂ કરવા બાબતે મંત્રણા આગળ ધપાવવાની તૈયારી દર્શાવતા ચીને બ્રહ્મપુત્ર નદીના પાણી વિશેના આંકડા અત્યારે ઉપલબ્ધ કરાવવાની અક્ષમતા દર્શાવી છે. તિબેટના આંકડા સંગ્રહ કેન્દ્રને અપગ્રેડ કરવામાં આવતું હોવાથી બ્રહ્મપુત્ર નદીના જળસંગ્રહ અને ફાળવણી વિશેના આંકડા ઉપલબ્ધ કરાવવા અશકય હોવાનું ચીને જણાવ્યું છે. અગાઉ બ્રહ્મપુત્ર નદી બાબતે આ વર્ષના આંકડા ચીને હજી સુધી આપ્યા નહીં હોવાનું ભારતે જણાવ્યું હતું.

   દ્વિપક્ષી સંબંધોમાં તંગદિલી ઘટાડવાના સંકેતો આપતા ચીનના વિદેશપ્રધાનના પ્રવકતાએ મીડિયા પ્રતિનિધિઓ સમક્ષ તિબેટને રસ્તે કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા લોકો માટે સિક્કીમનો નાથુ લા પાસનો માર્ગ ફરી ખોલવા બાબતે ભારત સાથે સંવાદ આગળ ધપાવવાની તૈયારી દાખવી હતી. સિક્કીમની ડોકલામ સરહદના વિવાદને કારણે ચીન ગયા જૂન મહિનાની મધ્યમાં ભારતના કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ માટે નાથુ લા પાસનો રસ્તો બંધ કર્યો હતો.

 (04:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો