Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

પ્રતિક પંડયાના 'મોશન ઓફ ઇમોશન' અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન

પુસ્તક પરિચય : ધન્વી-માહી

<br /> પ્રતિક પંડયાના 'મોશન ઓફ ઇમોશન' અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન

      રાજકોટ : એક કવિતા કે ગીતની અભિવ્યકિતનો વ્યાપ સમુદ્ર ઉંડાઇ અને અંતરિક્ષના વિસ્તારથી પણ કયારેક વધુ હોય છે. પ્રતિક પંડયા દ્વારા લિખિત " Motion of Emotion-Talks of Thoughts "   આવી જ કવિતાઓ અને ગીતો નો સમૂહ છે. આ પુસ્તકના પ્રકાશક ચેન્નઇ સ્થિત નોશનપ્રેસ છે.

      ( પુસ્તકમાં એ રચનાઓ જે સમયાંતર અંતરથી ઉદભવેલી તેનો સમુહ પ્રસ્તુત છે.)  Motion of Emotion ની  પ્રસ્તાવાના લેખક વિરલ વસાવડા છે જેમણે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર એન્ડી મરીનો દ્વારા રચિત પુસ્તક  Narendra Modi-A political biography નું અનુવાદ કર્યુ છે. એમના મને પુસ્તક આવતીકાલની કવિતાઓ માટે એક નવી કેડી કંડારે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના મતે પુસ્તક ખૂબ સુંદર રીતે રચાયેલ છે. પ્રતિક પોતાના પુસ્તક દ્વારા વાંચકોને મનોરંજન પ્રદાન કરવાની સાથે સમકાલીન સમયના અમુક સમસ્યાઓ (વિષયો) વિશે જાગૃતિ પણ પ્રદાન કરેલ છે.

      પુસ્તકમાં એ રચનાઓ જે સમયાંતર અંતરથી ઉદભવેલી તેનો સમુહ પ્રસ્તુત છે. જેમાં મુખ્યત્વે ર૦૧૪ સુધીની રચનાઓ આવરેલ છે. પુસ્તક ચાર વિષયો જેવા કે (પ્રસ્તુત) પ્રેરણા, તત્વજ્ઞાન પ્રેમ અને પર્યાવરણમાં વિભાજીત છે. જેના  ચાર શબ્દ ચિત્રો શ્રી મધુકાન્તભાઇ જોશીએ બનાવેલ છે. આ ઉપરાંત રચનાઓનું વિવરણ પણ પ્રસ્તુત છે. જેથી પ્રત્યેક વાંચક રચનાઓની અમુક પંકિતઓનો પર્યાય જાણી શકે. એ સાથે જ રચનાઓમાં એકરૂપતા જાળવવા માટે તમામ રચનાઓમા ંએક મર્યાદિત વિશ્લેષણ પણ આપેલ છે.

        Motion of Emotion નું મુખ્ય ઘરેણુ એની રચના છે. વિવરણ અનિવાર્યતાથી દૂર હોવાને કારણે એની માત્રા મર્યાદીત છે.  પુસ્તકની પ્રાપ્તી  Notionpress.com અને  અન્ય મુખ્ય ઓનલાઇન વિક્રેતા જેવા કે એમેઝોન, ફિલ્પકાર્ટ વગેરે પર ઇ અને પેપરબેડ રૂપે પ્રાપ્ત થઇ શકે છે.

      પુસ્તક સંબંધી વધુ માહિતી માટે લેખક પ્રતિક પંડયાના (મો. નં. ૯૧૦૬૩ ૪૮૪૧૬) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો