Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

લંડનમાં કાર્ટુન પ્રદર્શન યોજવાનું મારૂ સ્‍વપ્‍ન સાકાર થયુ : અશોક અદેપાલ

યુ.કે. હાઇકમિશન ઓફ ઇન્‍ડિયાનાં કલ્‍ચરલ સેન્‍ટર ખાતે યોજાયેલ કાર્ટુન સેલ્‍ફી પ્રદર્શનને જબ્‍બર પ્રતિસાદ

લંડનમાં કાર્ટુન પ્રદર્શન યોજવાનું મારૂ સ્‍વપ્‍ન સાકાર થયુ : અશોક અદેપાલ

   રાજકોટ : ગુજરાત રાજય લલિતકલા અકાદમીના સહયોગથી યુ.કે. ખાતે હાઇકમિશન ઓફ ઇન્‍ડિયાનાં કલ્‍ચરલ સેન્‍ટર નહેરુ સેન્‍ટર, લંડનમાં અશોક અદેપાલના કાર્ટુન સેલ્‍ફી પ્રદર્શનનું ઉદ્‌ઘાટન નહેરુ સેન્‍ટરના  ડેપ્‍યૂટી ડાયરેક્‍ટર વિભા મેહદીરત્તાના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી ખુલ્લું મૂકવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે એબીપીએસ મીડિયા ગ્રૂપના સી. બી. પટેલ ઉપસ્‍થિત રહ્યા હતાં. ઉપરાંત લંડનના કેટલાક અગ્રણી ભારતીયો પણ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ઉદ્‌બોધન કરતાં શ્રીમતિ વિભા મેહદીરત્તાએ જણાવ્‍યું હતું કે, ‘અદેપાલ ભારતથી એક અદ્‌ભૂત કાર્ટુન પ્રદર્શન લઇને આવ્‍યાં છે, જે જોઇને ખૂબ જ આનંદ અને ગર્વ થઇ રહ્યો છે. સી.બી. પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, ‘શ્રી અદેપાલે કચ્‍છ જેવા રણકાંઠાના જિલ્લાથી લંડન સુધીની સફર ખેડી અને એ પણ રાજકીય કાર્ટુન ક્ષેત્રે, એ એક અનોખી સિદ્ધિ છે.' કાર્યક્રમના અંતે અશોક અદેપાલે સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, ‘લંડનમાં એક ભારતીય તરીકે કાર્ટુનનું પ્રદર્શન લઇને આવવું એ એક સપનું સાકાર થવા સમાન છે. આ સપનું સાકાર કરવા માટે પરિવારજનો અને અનેક મિત્રો તરફથી મળેલો સહયોગ પણ યશનો હકદાર છે. કાર્ટુન ક્ષેત્રે કાર્ટુંન સેલ્‍ફી એ એક અનોખો પ્રયોગ છે, જેની શરૂઆત થવા પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે મને લાગે છે કે દુનિયાભરમાં સહિષ્‍ણુતા ઘટી રહી છે એવા સમયે પણ વ્‍યંગ તો કરવો જ રહ્યો...તો શું કરવું? તેથી મેં વિચાર્યું કે પોતાની જાતને જ કાર્ટુનનું કેરેક્‍ટર બનાવીને આપણે જે કહેવું હોય તે કહી દેવાથી આ સ્‍થિતિમાં પણ વ્‍યંગ્‍ય દ્વારા સંદેશો આપી શકાશે.' જૂન-૨૦૧૭માં પ્રથમ વખત હઠિસિંહ આર્ટ સેન્‍ટર, અમદાવાદ ખાતે કાર્ટુન સેલ્‍ફી પ્રદર્શન યોજયાં બાદ ચાર મહિનામાં વડોદરા, અમદાવાદ બાદ લંડનમાં આ ચોથું પ્રદર્શન યોજાયુ હતુ. જેને સારો પ્રતિસાદ મળેી રહ્યો છ.ે આ પ્રદર્શન ૧૫ સપ્‍ટેમબર સુધી ૧૦ થી ૬ ખુલ્લું રહેશે.

 (04:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો