Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

માત્ર ૨ કલાક ૭ મિનિટમાં અમદાવાદથી મુંબઇ પહોંચાશે બુલેટ ટ્રેન

૧૨ સ્‍ટેશન હશેઃ કલાકના ૩૫૦ કિમીની હશે ઝડપ

<br /> માત્ર ૨ કલાક ૭ મિનિટમાં અમદાવાદથી મુંબઇ પહોંચાશે બુલેટ ટ્રેન

      અમદાવાદ તા. ૧૩ : વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો અબે ગુજરાતની મુલાકાત પર છે. ત્‍યારે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી બુલેટ ટ્રેનનું સ્‍વપનું સાકાર કરવા જઈ રહ્યા છે. ૧૪મી સપ્‍ટેમ્‍બરે સાબરમતી ખાતે બે દેશના વડાપ્રધાન દ્વારા હાઇસ્‍પીડ રેલ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવાના છે. આ હાઈસ્‍પીડ રેલનું ખાતમુહૂર્ત થયા બાદ ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૨થી અમદાવાદ- મુંબઇ વચ્‍ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન છે.

      બુલેટ શરૂ થતાં બંને શહેર વચ્‍ચેની મુસાફરી ૨ કલાક ૭ મીનીટમાં પૂરી કરવાનું શક્‍ય બનશે. અમદાવાદ-મુંબઇ વચ્‍ચેની બુલેટ ટ્રેન ૧૨ સ્‍ટેશન પર ઊભી રહેશે. ગુજરાતના ૮ અને મહારાષ્ટ્રના ૪ સ્‍ટેશનો રહેશે. પ્રોજેક્‍ટ માટે સાત કિલોમીટરનો રૂટ થાણેના દરિયામાં ટનલ બાંધવામાં આવશે.

      પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઇ-અમદાવાદ હાઇસ્‍પીડ રેલ પ્રોજેકટ આશરે ૫૦૮ કિલોમીટરની લંબાઇ ધરાવતા આ પ્રોજેકટ અંતર્ગત મહારાષ્ટ્રમાં ૧૫૫.૬૨ કિ.મી., જયારે ગુજરાતમાં ૩૫૦.૫૩૦ કિ.મી.ની રેલવે લાઇન નાખવામાં આવશે. જેમાં આ રેલવે ૭૦ હાઇવે અને ૨૧ નદીઓને ક્રોસ કરશે.

      આ રેલની મહત્તમ સ્‍પીડ કલાકના ૩૫૦ કિ.મી. અને મહત્તમ ચાલક ઝડપ ૩૨૦ કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેન ૨ કલાક સાત મીનીટમાં અમદાવાદથી મુંબઇનું અંતર કાપશે અને રસ્‍તામાં ૧૨ સ્‍ટેશનો પર ઊભી રહેશે. રેલવેના માર્ગમાં ૧૭૩ મોટા બ્રિજ અને ૨૦૧ પ્રમાણમાં નાના બ્રિજ તૈયાર થશે. આ રેલવે માટે ૪૬૦.૩ કિ.મી.નો માર્ગ સેતુ' તૈયાર થશે. જયારે ૨૫.૮૭ કિ.મી.નો ટનલિંગ-વે રહેશે.

      પ્રોજેકટના અમલીકરણ માટે હાઇસ્‍પીડ રેલ કોર્પોરેશન લિ.ની સ્‍થાપના પણ કરાવામાં આવી છે. પ્રોજેકટનું ઓપરેશન કંન્‍ટ્રોલ સેન્‍ટર સાબરમતી ખાતે રહેશે. જયારે વડોદરા ખાતે હાઇસ્‍પીડ ૨૦૨૦ સુધીમાં રેલવે ટ્રેનિંગ સેન્‍ટર રહેશે. જાપાનના સહયોગથી સાકાર બનતા આ પ્રોજેકટ માટે ૩૦૦ અધિકારીઓને જાપાન ખાતે તાલીમ અપાશે. જે અન્‍ય ૪૦૦૦ અધિકારીઓને તાલીમ માટે સહાય રૂપ બનશે. જેના માટે જાપાન સરકાર દ્વારા માસ્‍ટર કોર્સ તૈયાર કરાવામાં આવ્‍યો છે અને દર વર્ષે ૨૦ સીટ ભારતીય અધિકારીઓ માટે ફાળવવામાં આવશે.

      હાઈસ્‍પીડ રેલ પ્રોજેક્‍ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્‍યું કે, હાઈસ્‍પીડ ટ્રેન દેશમાં જ તૈયાર કરવામાં આવે તે માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલે અધિકારીઓને સૂચના આપી છે. આગામી દિવસોમાં બુલેટ ટ્રેનનું નિર્માણ ભારતમાં જ શરૂ કરાતા તેનાથી દેશના નાણાં બચવાની સાથે મોટી સંખ્‍યામાં રોજગારીની તકો ઉભી થશે. આ બુલેટ ટ્રેન તૈયાર કરવા માટે ગુજરાત પ્રથમ પસંદગી છે.

       

 (04:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો