Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

મ.પ્રદેશના મહિલા ઓફીસરની કરોડોની બિનહિસાબી પ્રોપર્ટી પકડાઇ

   ભોપાલ, તા. ૧૩ : લોકાયુકત પોલીસે ગઇકાલે મધય પ્રદેશના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ ડીપાર્ટમેન્ટના દેવાસ જિલ્લામાં નિયુકત ડેપ્યુટી ડિરેકટર અનીતા કુરોઠેના ઇન્દોરના ત્રણ ઠેકાણે રેઇડ પાડીને બિનહિસાબી સંપત્તિ જપ્ત કરી હતી. એ બધી સંપત્તિ અનીતા કુરોઠે અને તેમના નજીકના સગાને નામે છે.

   એક ફરીયાદને આધારે પાડવામાં આવેલી રેઇડમાં જાણવા મળ્યું હતું કે અનીતા કુરોઠે ઇન્દોરના હાઇરાઇઝ બિલ્ડીંગમાં એક પેન્ટહાઉસ ઉપરાંત ૩પ૦૦ ચોરસફુટ ક્ષેત્રફળ ધરાવતું ફાર્મહાઉસ, જુદા જુદા વિસ્તારોમાં આઠ દુકાનો, દોઢ લાખ રૂપિયા રોકડા અને ઝવેરાતના રૂપમાં બિનહિસાબી સંપત્તિની માલીકી ધરાવે છે. ઇન્દોરાના રાઉ વિસ્તારમાં ચાલતી એક હોટેલમાં અનીતા કુરોઠેની ભાગીદારી હોવાનું અને તેમના ર૦થી રપ બેન્ક-અકાઉન્ટસ હોવાનું પણ લોકાયુકત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

 (03:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો