Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ટેકિનકલ ખામીઓના કારણે છ મહિનામાં ૨૪ રિટર્ન ભરવા પડશે

વેપારીઓ - ટેક્ષ નિષ્ણાંતોની હાલાકી વધશે

ટેકિનકલ ખામીઓના કારણે છ મહિનામાં ૨૪ રિટર્ન ભરવા પડશે

      નવી દિલ્હી તા. ૧૩ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસમાં કાયદા મુજબ મહિનાના ત્રણ રિટર્ન અને એક વાર્ષિક એમ એક વર્ષમાં ૩૭ રિટર્ન ભરવાનો નિયમ છે, પરંતુ અમલના બે મહિનામાં જ ઊભી થયેલી ટેકિનકલ ખામીના કારણે રિટર્ન ભરવાની સમયમર્યાદામાં સરકારે ત્રણ-ત્રણ વાર મુદત વધારી હોવાના કારણે રિટર્ન ભરવાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જુલાઇથી ડિસેમ્બર સુધીમાં વેપારીએ ઓછામાં ઓછા ૨૪ રિટર્ન ભરવા પડી શકે છે, જે વેપારી અને ટેકસ નિષ્ણાતોને હાલાકીરૂપ બની શકે છે.

      નિયમ મુજબ જીએસટીઆર-૧, જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ મહિનામાં રિટર્ન ફાઇલ કરવું પડે છે, પરંતુ મુદત વધારવામાં આવી હોવાતી જીએસટીઆર-૩બી-સમરી રિટર્ન પણ ફાઇલ કરવું પડશે. ટેકિનકલ ખામીઓ અને સર્વર ધીમું ચાલી રહ્યું હોવાના કારણે વેપારીઓને નિયત સમયમર્યાદામાં રિટર્ન નહીં ભરી શકવાના કારણે સરકારે તાજેતરમાં જ જીએસટીઆર-૧ની મુદત જે ૧૦ સપ્ટેમ્બરે પૂરી થતી હતી તે રિટર્ન ભરવાની મુદતમાં ફરી એક વખત એક મહિનાનો વધારો કર્યો છે.

      કનેકિટવિટીની સમસ્યા તથા ટેકિનકલ ખામીઓના કારણે સરકારે રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવો પડી રહ્યો છે.

      આ અંગે ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીસ ઈશાનીના જણાવ્યા પ્રમાણે ૧ જુલાઇથી જીએસટી એમલમાં આવ્યા બાદ સરકારે ત્રણ વાર રિટર્ન ભરવાની મુદતમાં વધારો કર્યો છે અને તેના કારણે સામાન્ય રીતે એક મહિનામાં ત્રણ વાર રિટર્ન ભરવાનું થતું હોય છે તેમાં સમરી રિટર્ન તરીકે વધુ એક રિટર્ન ભરવું પડી શકે છે. આમ આગામી ડિસેમ્બર સુધીમાં વેપારીએ અગાઉ ૧૮ રિટર્ન ભરવાના થતા હતા તેના બદલે હવે ઓછામાં ઓછા ૨૪ રિટર્ન ફાઇલ કરવા પડી શકે છે.

 (03:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો