Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

વાઘથી ડરી ગયેલા ૧૨ વાનરો હાર્ટ-અર્ટકથી મૃત્યુ પામ્યા

<br /> વાઘથી ડરી ગયેલા ૧૨ વાનરો હાર્ટ-અર્ટકથી મૃત્યુ પામ્યા

      લખનૌ તા. ૧૩ : ઉત્ત્।ર પ્રદેશમાં એક વાઘની બીકે એકસાથે એક ડઝન જેટલાં વાનરોને હાર્ટ એટેક આવી જતાં તેમનું મોત થયું હોવાનો દાવો નિષ્ણાંતોએ કર્યો છે. ભારતના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની હોવાનું કહી શકાય છે. જંગલની સફાઇમાં સ્થાનિક લોકોને આ વાનરોના મૃતદેહો મળી આવ્યા હતા. શરૂઆતમાં તેમને મરવા પાછળ કોઇએ તેમને ઝેર આપ્યાનું અથવા ખાવામાં કંઇ જ ઝેરી પદાર્થ આવી ગયાની શંકા ગઇ હતી.આ વાનરોની લાશોનું પોસ્ટમાર્ટમ કરાયું હતું. ુ નિષ્ણાતોએ  તેમાં એવું જાણવા મળ્યું કે આ તમામ વાનરો એકસાથે હાર્ટ એટેકથી મર્યા હતા. યુપીના કોતવાલી મોહમ્મદી વિસ્તારમાં આવેલા આ જંગલમાં મળેલા વાનરોની લાશ પર ટેસ્ટ કરાતાં જાણવા મળ્યું કે તેઓ હૃદયરોગના હુમલાથી મોતને ભેટ્યા છે. એક પશુ ડોકટર સંજીવ કુમારે જણાવ્યું હતું કે આ વાનરો વાઘની ત્રાડને કારણે મોતને ભેટ્યા હશે કેમકે આ વિસ્તારમાં વાઘ અવાર-નવાર આવતા હોય છે. જંગલ વિભાગના કામદારોને સોમવારે આ વાનરો મળી આવ્યા હતાં અને પોલીથીનના બેગમાં તેમના મૃતદેહો ભરીને ચકાસણી માટે લઇ ગયા હતા. જોકે, વાઘની ત્રાડથી વાનરો મરી ગયાના દાવાની વાઇલ્ડલાઇફ નિષ્ણાતો ટીકા કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ચેપને કારણે વાનરો મોતને ભેટ્યા હશે.

 (03:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો