Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

અગત્‍યના સમાચારો ઉડતી નજરે…

          

          

          

         -ઉત્તર પ્રદેશમાં દેવામાફીના નામે ખેડૂતો સાથે મજાકઃ ૧૯ પૈસાથી માંડીને ૧૦-૨૦ રૂ. સુધીનું દેવુ માફ કરવામાં આવ્યું

          

          

         -જીમેલ સહિત ગુગલની સેવાઓ ઠપ્પ : વિશ્વના અનેક ભાગોમાં ગઈકાલે જીમેલ, ગુગલ, યુ ટ્યુબ ઠપ્પ થયાના અહેવાલો મળે છે

          

         -પાકિસ્તાનમાં ઓનર કિલીંગનો કિસ્સો બહાર આવ્યો છેઃ ૧૫ વર્ષની છોકરી એક ૧૭ વર્ષના યુવક સાથે ભાગી ગયેલ તેને પકડીને ઈલેકટ્રીક કરંટ આપીને બંનેને મારી નાખ્યા હતા, પાકિસ્તાનમાં દર વર્ષે ૫૦૦ને ઓનર કિલીંગમાં મારી નખાય છે જેમાં મોટાભાગની મહિલાઓ ભોગ બને છે.

          - ભારતની ૨૦૦૦ની બનાવટી નોટોનું પાકિસ્‍તાનની જગ્‍યાએ હવે બાંગ્‍લાદેશ મુખ્‍ય કેન્‍દ્ર : BSFનો હેવાલ

          

          

         

          

          

         -વડોદરા : પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિ, ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા

          

          

         -ઉત્તરાખંડ સરકારે કેદારનાથ માટે હેલીકોપ્ટર સેવા બંધ કરી

          

         -બંધારણમાં બદલાવ લાવવા સંઘ દ્વારા નિર્દેશ અપાયો છે : સંઘના વડા મોહન ભાગવતજીએ કહ્યું હતું કે ભારતના બંધારણના ઘણા ભાગો વિદેશી વિચારધારા આધારિત છે અને ફેર વિચારણા કરવાનો સમય આવી ગયો છે

          

          

          

         

         -અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ  : નારોલ રોડ અને નિકોલ વિસ્તારમાં વરસાદ

          

         -રામરહિમના ડ્રાઈવર અને આઈટી હેડની ધરપકડ  : પોલીસે હાર્ડડિસ્ક પણ જપ્ત કરી : હાર્ડડિસ્કમાં ૫ હજાર સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ છે

          

         -વલસાડ : એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી : મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે ૪ મહિલા ઝડપાઈ

          

         -બનાસકાંઠા : પાલનપુર ફાયરીંગ મામલે પોલીસે કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી : ૩ આરોપીઓ હજુ ફરાર

          

         - વડોદરાના હાલોલ જરોદ હાઇવે પર ડ્રાઈવર કલીનરને બંધક બનાવીને ૮ શખ્સોએ ૬૦ લાખનો કાપડનો મુદ્દામાલ ભરેલ ટ્રક લૂંટી

          

         -ખેડાના ગડતેશ્વર-ફતેપુરમાં વિજળી પડતા વૃધ્ધ દંપતીનું મોત

          

         -સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડ ટીમે થાન પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

          

         -આણંદના પાઘરીયા વિસ્તારમાં ખાનગી તબીબ દ્વારા યુવકને ઈન્જેકશન આપ્યા બાદ દર્દીનું મોત થયાનો પરીવારજનોનો આક્ષેપ : તબીબ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

          

         -વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ૨૫૦ જેટલા યુવક-યુવતિ હડતાળ ઉપર : પગાર વધારા અને ટ્રસ્ટીઓ દ્વારા હેરાનગતિનો આક્ષેપ

          

            -બોમ્બે હાઇકોર્ટને ધમકી ભર્યા ફોન બાદ ખાલી કરાવાયો : બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ દ્વારા તપાસ દરમિયાન કાંઈ ન મળ્યું

 (01:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો