Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

બકરી ઈદના દિવસે કુર્બાની કરાયેલ જાનવરોનું લોહી ગંગામાં વહી શકે છે : તો પ્રતિમાઓનું વિસર્જન ગંગામાં કેમ ન કરી શકીએ?

અલ્હાબાદ હાઈકોર્ટમાં દુર્ગાઉત્સવ સમિતિની રજૂઆત

   લખનઉ : નવરાત્રી શરૂ થવાના આડે ગણતરીના દિવસો બાકી છે એ દરમિયાન વારાણસીની દુર્ગાપૂજા સોસાયટીઓએ અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રતિમાઓ ગંગામાં વિસર્જનકરવાની પરવાનગી આપવા ફરીવાર માગણી કરી છે. આ વખતે એમણે ખૂબ જ વેધકઅને વિવાદિત દલીલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી છે. એમણે કહ્યું છે કે જો મુસ્લિમો દ્વારા બકરી ઈદના દિવસે કુર્બાની અપાયેલ પશુઓનો લોહી ગંગામાં વહેવડાવવાની પરવાનગી અપાય છે. તો પછી અમને ગંગામાંપ્રતિમાઓના વિસર્જનની માગણી કેમ અપાતીનથી. સાર્વજનિક દુર્ગાત્સવ સમિતિ અને કેન્દ્રીય પૂજા સમિતિએ જાહેર હિત અરજી દાખલ કરી  આ પ્રકારની માગણી કરી  છે. એમણે કહ્યું છે કે જે લાખો લિટર લોહી ગંગામાં વહેવડાવવામાં આવે છે એની ટ્રીટમેન્ટ પણ કરાતી નથી જેથી એ ફક્ત નુકસાનકારક જનથી પણ એનાથી બીમારીઓ ફેલાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ર૦૧૪ના વર્ષમાં અલ્હાબાદ હાઈકોર્ટેગંગામાં પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

   

 (01:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો