Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

બધા પક્ષોમાં વંશવાદની સમસ્યા છે : પ્લીઝ અમારી પાછળ પડતા નહિં : રાહુલ

<br /> બધા પક્ષોમાં વંશવાદની સમસ્યા છે : પ્લીઝ અમારી પાછળ પડતા નહિં : રાહુલ

      કેલિફોર્નિયા : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું કે, ભારતમાંમોટાભાગની રાજકીય પાર્ટીઓ માટે વંશવાદી રાજકારણ સમસ્યા છે પરંતુ અમારા પક્ષમાં રહેલા મોટાભાગના લોકો વંશપરંપરાગત પૃષ્ઠભૂમિ ધરાવતા નથી. રાહુલ ગાંદી નહેરૂ-ગાંધી પરિવારના રાજકારણમાં પાંચમી પેઢીના છે. તેમના પિતા રાજીવ ગાંધી, દાદીઇન્દિરા ગાંધી અને પરનાના જવાહરલાલ નહેરૂ ભારતના વડાપ્રધાનરહી ચુક્યા છે.

      ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીઓક્ટોબરમાં સોનિયા ગાંધી પાસેથી કોંગ્રેસના અધ્યક્ષ પદનીજવાબદારી સંભાફ્રે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી વંશપરંપરાગતરાજકારણ સાથે વધુ સંકફ્રાયેલી છે તેવા સવાલના જવાબમાં રાહુલગાંધીએ દલીલ કરી હતી કે, ભારત હાલ વંશપરંપરાગતો દ્વારા જચાલી રહ્યું છે.

      ભારતીય મૂળના અમેરિકનો વચ્ચે એક કાર્યક્રમમાં કોંગ્રેસનાઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યંુ હતું કે, ભારતમાં મોટાભાગના પક્ષોમાંવંશપરંપરાગતની સમસ્યા રહેલી છે, અખિલેશ યાદવ વંશપરંપરાગત, કરૂણાનિધિના પુત્ર સ્ટાલિન વંશપરંપરાગત, ભાજપના પ્રેમકુમાર ધુમલના પુત્ર અનુરાગ વંશુપરંપરાગત, એટલે સુધી કે, અભિષેક બચ્ચન પણ વંશપરંપરાગત છે.તેથી ફક્ત મારા માટે નહીં પરંતુ તે વિચારો કે, તેઓ ભારતને કઇ રીતેચલાવી રહ્યા છે. મને યાદ આવ્યું કે, અંબાણી બંધુઓ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. ઇન્ફોસિસ પણ સંકળાયેલા છે, તો ભારતમાં શુંચાલી રહ્યું છે. હું દરેક રાજ્યમાં તેમનું નામ લઇ શકું છું. ભારતમાંએવા પણ લોકો છે જેઓના પિતા, દાદી કે પરદાદી રાજકારણમાં છે.

 (01:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો