Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ગુરૂના ભ્રમણની જનરલ અસરોઃ ગુરૂનું ભ્રમણ રાશિવાર ફળાદેશ

<br />ગુરૂના ભ્રમણની જનરલ અસરોઃ ગુરૂનું ભ્રમણ રાશિવાર ફળાદેશ

   - તુલા રાશિના ગુરૂઃ તા. ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના રોજ ગુરૂ મહારાજ બુધની કન્‍યા રાશિ છોડી શુક્રની તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂ ગ્રહનું નામ સાંભળતા જ બ્રહ્માંડનો તેજસ્‍વી અને વિશાળ ગ્રહ નામ પ્રમાણે ગુણ પણ ધરાવતો ગ્રહ છે.

   ગુરૂ ગ્રહનો વ્‍યાસ ૧,૩૬,૭૯૪ કિલોમીટર છે અને સૂર્યોથી ૭,૭૫૭ લાખ કિ.મી. છે. ગુરૂનો પ્રદક્ષિણાનો સમય દિવસમાં ૪,૩૩૨ છે. ગુરૂ ગ્રહને ૧૨ ઉપગ્રહો છે.

   દરેક વ્‍યકિતની જન્‍મકુંડળીમાં ગુરૂનું ખૂબ જ મહત્‍વ હોય છે. જીવનમાં અભ્‍યાસ દરમ્‍યાન પણ ગુરૂનું ખૂબ જ મહત્‍વ હોય છે. જન્‍મના ચંદ્ર કે સૂર્ય ઉપરથી ગુરૂનું ભ્રમણ થયા છે તે સમય અચુક લાભકારક છે, કોઈ લાભ અવશ્‍ય મળે છે.

   ગુરૂ શબ્‍દ ખૂબ જ પ્રતિભાશાળી અને આદરણીય નામ છે. ગુરૂને અંગ્રેજીમાં જ્‍યુપીટર કહેવાય છે. ગુરૂ એ દેવગણોના સદાસર્વદા આરાધ્‍ય દેવ છે તે સોના જેવી ક્રાંતિ ધરાવે છે. ગુરૂ પ્રધાન વ્‍યકિતને પીળા કલરનો લગાવ વધુ રહે છે.

   અનુષ્‍ઠાન, જપ, તપ વગેરે કાર્યોમાં લગ્ન જેવા શુભ કાર્યમાં ગુરૂની બ્રહ્માંડમાં શું સ્‍થિતિ છે તેના પરથી મુહુર્તો નક્કી થાય છે. જન્‍મકુંડળીમાં ગુરૂ બળવાન હોય તો વ્‍યકિતને માન, મરતબો, સંપત્તિ, સંતાનસુખ, સત્તેજ બુદ્ધિ પ્રતિભા આપે છે. ધર્મના વડા બનાવવા યોગ પણ આપે છે. ઉચ્‍ચ હોદોદ અપાવે છે.

   ગુરૂ મહારાજ છઠ્ઠે, આઠમે કે બારમે પણ ગુરૂ બળવાન થઈને લાભ આપતો જોવા મળેલ છે.

   જન્‍મકુંડળીમાં જો સૂર્ય અને ગુરૂનું કનેકશન હોય તો વ્‍યકિતને ન ધારેલી પ્રસિદ્ધિ મળે છે. કોઈ પણ મુશ્‍કેલીમાં પણ તેમનુ સ્‍ટેટસ જળવાઈ રહે છે.

   ગુરૂની પોતાની રાશિ ધન અને મીન સ્‍વરાશિ છે. આ બન્ને રાશિ ઉપર પ્રભુત્‍વ વિશેષ રૂપે જોઈ શકાય છે. કર્ક રાશિમાં ગુરૂ ઉચ્‍ચનો બને છે.

   ગુરૂથી થતા યોગો પ્રબળ રાજયોગ આપે છે જેમ કે માંગલ્‍ય યોગ, ગજકેસરી યોગ, હંસયોગ આ બધા યોગો બને છે. ગુરૂ જો કેન્‍દ્રમાં હોય તો બીજા બધા જ દોષોનો નાશ થાય છે. લગ્નજીવન અને સંતાન યોગ માટે ગુરૂ મહત્‍વનો ભાગ ભજવે છે.

   ગુરૂ મહારાજ ફકત સારૂ ફળ આપે છે તેવુ નથી. તુલા અને વૃષભ રાશિ માટે ગુરૂ વિરોધાભાસ સર્જે છે. આ રાશિવાળા વ્‍યકિતઓ નકલ શીખવામાં હોશીયાર હોય છે. ગુરૂ જ્‍યારે પાપ ગ્રહોની સાથે હોય તો વ્‍યકિતને વિચિત્ર બનાવે છે. બીજાના લખાણની નકલ કરવામાં માહિર બનાવે છે. લોભી અને સ્‍વાર્થ વૃતિ ધરાવતા હોય છે. તેમની સફળતા પાછળ ચાલાકી હોય છે.

   ગુરૂના ફળકથન માટે કે કોઈ બીજા ગ્રહોના ફળકથન કરતા પહેલા બહુ જ મહત્‍વ નક્ષત્રનુ પણ છે. રાશિનું નક્ષત્ર કયુ છે? તે જોવુ જરૂરી છે. શુભ નક્ષત્ર શુભ ફળ અને પ્રમાણિકતા આપે છે.

   જેવી રીતે શનિ-રાહુ ખરાબ જ ફળ નથી આપતા તેવી જ રીતે ગુરૂ ફકત સારૂ જ ફળ નથી આપતા અને ખરાબ જ આપે છે તેવું પણ નથી. ફળ કથનમાં વર્ષોના અનુભવ અને ઈન્‍ચ્‍યુએશન પણ ભાગ ભજવે છે. જેમની કુંડલીમાં ગુરૂ નબળો હોય ઓછુ ફળ આપનાર હોય ત્‍યારે પીળી વસ્‍તુનું દાન કરવુ અને વધુ ઉપયોગમાં લેવું.

   ગુરૂના રાશિ પરિવર્તનથી થતી દરેક રાશિ પરની અસર આ પ્રમાણે છે રાશિ ફળાદેશ

   - મેષ રાશિ (અ.લ.ઈ.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ આપના સાતમાં સ્‍થાનમાંથી થવાનું છે. આ ભ્રમણ આપને માટે લાભદાયક સાબિત થશે. આ ગુરૂ અહી ગજકેસરી અને માંગલ્‍ય યોગ જેવુ ફળ આપશે. આ વર્ષે સગાઈ કે લગ્નના પ્રબળ યોગ છે. આપને આપની પસંદગીનું પાત્ર મળશે. વિચાર વાયુઓથી દૂર રહેવું. ભાઈ-બહેનો સાથે સુમેળ રાખવાની સલાહ છે. આપ કોઈ લકઝરીયસ ચીજ વસ્‍તુ વસાવવાના છો. વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થશે. ભાગીદારી વ્‍યવસ્‍થામાં લાભ, જીવનસાથી સાથે સુમેળ વધશે. સંતાનોની પ્રગતિ થશે. જમીન મકાનનો લે-વેચથી લાભ રહેશે. નાણાકીય પ્રશ્નોનું નિવારણ થાય, સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થાય, વજનમાં વધારો થશે. રાજકારણાં સફળ થશો.

   - વૃષભ રાશિ (બ.વ.ઉ.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ આપના છઠ્ઠા સ્‍થાનેથી થશે. આ ગુરૂનું ભ્રમણ આપને સત્‍યતા તરફ લઈ જશે. આપને હિતશત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આર્થિક બાબતે કોઈ પર વિશ્વાસ રાખવો નહિ. જમીન મકાનની ખરીદી શકય બને પણ તકેદારી રાખવી જરૂરી રહે. સ્‍વાસ્‍થ્‍ય બાબતે બેદરકાર ન રહેવું. વિદેશ સાથેના કોઈપણ કાયો૪માં ખાસ તકેદારીની જરૂર રહેશે. આ સમય દરમ્‍યાન કોઈપણ વ્‍યકિત પર ભરોસો ઓછો કરવાની સલાહ છે. દામ્‍પત્‍ય જીવનમાં કોઈ ગેરસમજ ન થાય તેનુ ધ્‍યાન રાખવું.

   - મિથુન રાશિ (ક.છ.ધ.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ આપના પંચમ સ્‍થાનેથી થઈ રહ્યુ છે. આ સમય દરમ્‍યાન આપે આપના સંતાનોનો સહકાર સારો મળવાનો છે. આપને સ્‍વાસ્‍થ્‍યની કાળજી રાખવાની સલાહ છે. માનસિક વિચારોને દૂર રાખવા. વ્‍યાપારીઓને જૂની પેઢીમા નવીનતા કરવાથી લાભ રહેશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે અને સ્‍વાસ્‍થ્‍યની કાળજી રાખવી. આપની ધાર્મિકતા ડગમગી જતી હોય તેવુ લાગશે. વિદ્યાર્થી મિત્રોને સારા પરિણામ માટે મહેનત કરવાની સલાહ છે કે જેના થકી મહેનતના ફળ મિઠા મળે.

   કર્ક રાશિ (ડ.હ.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરનો ગુરૂ આપના ચોથા સ્‍થાનેથી ભ્રમણ કરે છે. આપને સ્‍થાવર મિલ્‍કતથી સારો લાભ મળશે. બીજાની જામીનગીરીમાં ઉતરવુ નહી. નવા સાહસથી સારો ફાયદો થશે. દામ્‍પત્‍ય જીવનથી ગેરસમજો દૂર થશે અને સુમધુરતા આવશે. ઘરના સભ્‍યો અને વડીલોનો સહકાર સારો રહેશે. આપને મિત્રો સાથેની ભાગીદારીથી લાભ રહેશે. આર્થિક રીતે આ સમય બહુ જ સારો છે. આપની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે. અજાણ્‍યા ખર્ચાઓ માટે બચત કરવાની સલાહ છે.

   સિંહ રાશી (મ.ટ.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ આપના ત્રીજા સ્‍થાનેથી થાય છે. આપને વિદેશથી સારો લાભ મળશે. લેખીત દસ્‍તાવેજોમાં ધ્‍યાન રાખવું. જમીન, મકાન, ખેતી વિગેરે મિલ્‍કત લાભ અપાવશે. વિલ વારસાથી પણ લાભ મળવાની શકયતા છે. લગ્ન ઈચ્‍છુકોને સગાઈ, લગ્નમાં સફળતા મળશે. આ ગુરૂ અહીં આપને ઘણા લાભો અપાવશે. ભાઈ-બહેનો, મિત્રો સાથે સુમેળ વધશે સહકાર મળશે. આપને માનસિક ટેન્‍શનમાં રાહત થશે. આપને સંતાનયોગ પણ ઉભો થશે. આપને આપના પિતાશ્રી તરફથી સારો લાભ રહેશે. કોઈ બીજા પર અગત્‍યના કાર્યો છોડવા નહી. જાતે જ કરવા. જમીન, મકાન કે ઓફિસની ખરીદી માટે ઉત્તમ યોગ છે. વિદેશી લાભ છે પરંતુ વિદેશ યાત્રા ટાળવી. ભાગ્‍યોદયની તક મળવાની છે.

   - કન્‍યા રાશિ (પ.ઠ.ણ.): આપના જન્‍મની રાશિથી ગોચરના ગુરૂનું ભ્રમણ આપના બીજા સ્‍થાનેથી થાય છે. આ સમય આપના માટે બહુ જ સારો રહેશે. આર્થિક રીતે ખૂબ જ સબળ થશો. સારી તકો મળવાની છે. નોકરીમાં કોઈ ફેરફારો કરવા નહિ. આ સમય દરમ્‍યાન ફસાયેલા નાણા છુટા થશે અને સારી એવી બચત પણ કરી શકશો. ધાર્મિક યાત્રા પ્રવાસના સારા યોગ છે. આપને અનેક તકો મળશે. યોગ્‍ય અને ઉત્તમ તક આપનુ ભાવિ ઘડશે. વ્‍યવસાયમાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશન ના યોગ છે. ભાઈ-ભાંડુ, મિત્રોનો સહકાર મળશે. કોઈ જૂના મિત્રની મુલાકાત થાય. સંતાનોની પ્રગતિ થવાની છે.

   તુલા રાશિ (ર.ત.): આપના જન્‍મની રાશિ પરથી જ ગોચરના ગુરૂનું ભ્રમણ થાય છે. આ ગુરૂ અહીં આપને ગજકેસરી યોગનું ફળ આપશે. માનસિક ટેન્‍શનમાં રાહત થવાની છે. લગ્ન ઈચ્‍છુકોને માટે સગાઈ-લગ્ન માટે ઉત્તમ સમય છે. તમારી મહેનત રંગ લાવશે. આ સમય સંતાનયોગ માટે પણ બહુ જ સારો સમય છે. ધાર્મિક યાત્રાની ઈચ્‍છા ફળવાની છે. આપ ધાર્મિક કાર્ય પણ કરાવી શકો. વિચારવાયુથી દૂર રહેવુ. મિલ્‍કતની ખરીદી શકય બનશે. મિલ્‍કતમાં વધારો થવાનો છે. આપના જીવનમાં ઉત્‍સાહ-ઉમંગનો વધારો થવાનો છે. આપને ત્‍યાં માંગલિક કાર્યો-પ્રસંગો શકય બને સંતાનો સાથે મતભેદો થવાની શકયતા છે.

   વૃષિક રાશિ (ન.ય.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ બારમે ચાલુ છે. આ ગુરૂનું ભ્રમણ આપની વિદેશ જવાની ઈચ્‍છા પુરી કરશે. આપને આર્થિક રીતે લોન કે ઉધાર ન લેવાની કે દેવાથી દૂર રહેવાની સલાહ છે. નાણા સલવાય જાય તેવી શકયતા છે. આપને જીવનમાં વિદ્યાર્થી બનવાની સલાહ છે. આ સમય આપને ઘણુ ખરૂ શિખવી જશે. નવા અનુભવો થશે. વિલવારસા બાબતે સમાધાનકારી વલણ રાખવું. સંતાનોનો સહકાર રહેશે. વિદ્યાર્થી મિત્રોને સારૂ પરિણામ મળશે. જીવનસાથી સાથે મતભેદો પણ ન થાય તેનુ ધ્‍યાન રાખશો. સ્‍થાવર મિલ્‍કતથી લાભ મળશે. આ સમય આપના જીવનમાં મહત્‍વનો રહેશે.

   ધન રાશિ (ભ.ફ.ધ.ઢ.): આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ અગિયાર મે ચાલુ છે. આ ગુરૂ આપના માટે ખૂબ જ લાભદાયક છે. આ ગુરૂ આપને માટે ખૂબ જ લાભદાયક છે અને હા ગોચરના ગુરૂની સાથે સાથે આપને બીજા ગ્રહો પણ લાભ આપશે. આપને આ સમયમાં ઉમ્‍મીદ સે દુગના' મળશે. આપના દરેક પ્‍લાનિંગ સફળ થશે. અટકતા કાર્યો આગળ વધશે. આપને વ્‍યર્થ વિચારવાયુ રહેશે. જીવનસાથી સાથે મતભેદો ટાળવા. આપને ત્‍યાં હોમ હવન કે કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન થવાનુ છે. વિદ્યાર્થી મિત્રોને સારૂ પરિણામ મળવાનુ છે. સંતાનોનો સહકાર સારો રહેશે. આર્થિક બાબતે લાભ થવાના ગ્રહમાન છે. વ્‍યવસાયમાં વધારો કરવાની ઈચ્‍છા ફળશે.

   મકર રાશિ (ખ. જ.)

   આપના જન્‍મના ચંદ્રથી ગોચરના ગુરૂનું ભ્રમણ દશમે થાય છે. આ ગુરૂ આપને માટે તકોની હારમાળા સર્જી આપશે. આ ગુરૂનું  આપને ખોટા નિર્ણયોથી દૂર રાખશે. વડીલોના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થશે. આપને નોકરી ની ખૂબ જ સારી તક અપાવશે. સંતાનોની પ્રગતિ થશે. વિદેશ સફર થશે. ઇમ્‍પોર્ટ એકસપોર્ટથી લાભ. બે નંબરી વ્‍યવસાયથી લાભ. ભાઇ બહેનો સાથેની ભાગીદારી આપને સારો લાભ અપાવશે. આ સમય દરમ્‍યાન ધીમું છતાં ધાર્યુ પરિણામ મળશે. જમીન, મકાનના પ્રશ્નો હલ થાય. આવક ઉધાર આપેલ નાણા કે લોન વગેરેની ચિંતામાં હળવાશ થશે. નિરાશા દૂર થશે. આમ આ ગુરૂ આપને લાભદાયક રહે.

   કુંભ રાશિ (ગ.શ.સ.)

   આપના જન્‍મના ચંદ્રથી ગોચરનાં ગુરૂનું ભ્રમણ નવમે થાય છે. આ વર્ષમાં આપને કેટલાક નવા શુભ સંકેતો મલે અને શુભ કાર્યો મહત્‍વના કાર્યો પુરા થશે. આ ગુરૂ આપના ભાગ્‍ય ભુવનમાંથી પસાર થશે એટલે આપના ભાગ્‍ય માટે બહુ જ સારો સમય છે. આપના માં ધાર્મિક ભાવના પ્રબળ થશે. જૂના મિત્રોની મુલકાત થશે. ભાઇ-બહેનોને ત્‍યાં માંગલિક પ્રસંગોનું આયોજન થાય. બગડેલા સંબંધો સુધારવામાં મદદ કરે અને સગા-સ્‍નેહીઓનો સહકાર રહે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ખાસ ધ્‍યાન રાખવું. ધ્‍યાન ભટકાવતી વસ્‍તુઓથી દૂર રહેવું. સ્‍થળાંતર વિદેશ યાત્રા અંગે કોઇ ઉત્તમ તક મળશે. આ સમય દરમ્‍યાન આપને અનેક ભાગ્‍યોદયની તક પ્રાપ્‍ત થશે જે આપને ઝડપવાની છે.

   મીન રાશિ (દ.ચ.ઝ. થ.)

   આપના જન્‍મના ચંદ્રની ગોચરના ગુરૂનું પ્રમાણ આઠમાં સ્‍થાનમાંથી થાય છે. આ ગુરૂ આપને સારી તંદુરસ્‍તી આપશે. જીવન સાથી સાથે સુમેળ રાખવો. સંતાનોના  પ્રશ્નોમાં સફળ થવાના છો. આપના સંતાનોને વિદેશ જવાની તક મળશે. જમીન મકાનની લે-વેચમાં તકેદારી રાખવી. આર્થિક રીતે આ ગુરૂ આપને લાભ અપાવશે. વડીલોની સલાહ સુચના માનવાથી લાભ રહેશે. નોકરીમાં નવા ફેરફારો થાય. આપની કોઇ ચિંતા-વ્‍યથા-રોગ કષ્‍ટનું નિવારણ થશે. વધુ મહેનત માંગી લેશે, લગ્ન વિવાહ બાબતે ઉતાવળા નિર્ણયો ન લેવા. ખર્ચ પર કાબુ રાખવા. આવક-ખર્ચને સમતોલ રાખવી. મહેનતનું ફળ અવશ્‍ય મળશે. વ્‍યર્થ વિચાર વાયુથી દૂર રહેવું.

   ગુરૂના ભ્રમણની વિશ્વ ઉપર અસરો

   * બજારમાં સખત નાણાભીડ જોવા મલશે.

   * નવી ક્રાંતિકારી શોધ થાય

   * સરહદો ઉપર અશાંતિ રહેશે. રેલ-અકસ્‍માત.

   * બુલિયન માર્કેટમાં ઝડપી વધઘટ અસર

   * દેશ અને દુનિયામાં કુદરતી આફતો રહેશે.

   * ભુકંપ સુનામીનો સામનો રહે.

   * યુરોપીયન દેશોમાં આકાશમાંથી મુશ્‍કેલી રહે.

   * ર૦૧૮માં ગરબીનું પ્રમાણ વધશે.

   * શેરબજારમાં અસ્‍થિરતા જોવા મલે ઇમ્‍શડેથી દૂર રહેવું.

   * બહુમાળી બીલ્‍ડીંગમાં આગના બનાવો બને.

   * જમીન મકાનમાં મંદી હજુ છવાયેલી રહેશે.

   * ઉત્તર પૂર્વ હિન્‍દુસ્‍તાનમાં નવેમ્‍બર-ડીસેમ્‍બર-વાવાઝોડા વરસાદની શકયતા. સૌરાષ્‍ટ્રમાં પણ કમોસમી વરસાદ અસર.

   *આંતકવાદનો લક્ષનો રહે-કુદરતી અને માનવ સર્જીત આફતોનો વિશ્વે સામનો કરવો પડે.

   * સત્તાધારી પક્ષન માટે મુશકેલી

   * અમિતાભની તબીયત બાબત નબળો સમય.

   * વિશ્વ વિખ્‍યાત નેતા-અભિનેતાનો અસર થાય

   * સલમાનખાન માટે દામ્‍પાય જીવનમાં પ્રવેશવાની શકયતા

   * રાહુલ ગાંધીને પણ ગુરૂનુ ભ્રમણ લગ્ન બાબત લાભદાયક રહેશે.

   * ચીલ ઝડપ લૂંટફાટના બનાવો વધશે.

   

   કુમારભાઇ ગાંધી

   મોબાઇલ ૯૩૭૪૮ ૧૬૯૭૭

   કન્‍સ્‍લટીંગ

   એસ્‍ટ્રોલોજર

   

    

 (01:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો