Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

બિલાડીના છી માંથી કોફી? ભાવ કિલોના રૂ. ૨૫,૦૦૦

વિશ્વની સૌથી મોંઘી કોફીનું ભારતમાં ઉત્‍પાદનઃ કર્ણાટકના કૂર્ગ જિલ્લામાં નાના પાયા પર શરૂ કરાયેલું પ્રોડકશન : ઉત્‍પાદનના ખર્ચાળ લ્‍યુવાર્ક કે સિવેટ કોફી પોષક તત્‍વોથી ભરપૂર હોય છે

બિલાડીના છી માંથી કોફી? ભાવ કિલોના રૂ. ૨૫,૦૦૦

   બેંગાલુરૂ તા. ૧૩ : કોફીનાં ઉત્‍પાદન અને નિકાસમાં એશિયામાં ત્રીજા ક્રમનું સ્‍થાન ધરાવતા ભારતમાં હવે વિશ્વની સૌથી મોંઘી કોફીનું ઉત્‍પાદન શરૂ થઈ ગયું છે. બિલાડીની અઘાર (પોટ્ટી, મળ)માંથી આ સૌથી મોંઘી કોફી બનાવવામાં આવી રહી છે. કર્ણાટકના કૂર્ગમાં નાના પાયા પર તેનું ઉત્‍પાદન શરૂ કરી દેવાયું છે. સિવેટ કોફી કે લ્‍યુવાર્ક કોફી તરીકે ઓળખાતી આ કોફી સૌથી મોંઘી હોવાા પાછળનું કારણ તેની ઉત્‍પાદન માટેની અસાધારણ પદ્ધતિ છે. સિવેટ કેટ અર્થાત જબાદી બિલાડીને કોફીના દાણા ખવડાવાય છે અને પછી તેના પાચન પછી જે અઘાર (પોટ્ટી કે મળ) નીકળે તેને પ્રોસેસ કરીને આ કોફી બનાવાય છે. આ કોફી ખૂબ જ ન્‍યૂટ્રીશિયસ (પોષકતત્ત્વોથી ભરપૂર) છે તેને કારણે જ તે સૌથી મોંઘી કોફી છે. તેનાં ઉત્‍પાદનમાં ખાસ્‍સો ખર્ચ થાય છે. પ્રક્રિયા દરમિયાન પણ ખાસ્‍સો વેસ્‍ટેજ જાય છે અને ગુણવત્તાયુક્‍ત કોફી બનાવવાની પ્રક્રિયામાં ખર્ચને ધ્‍યાનમાં લેતા તે સૌથી મોંઘી કોફી બને છે. ખાસ કરીને ગલ્‍ફના દેશો અને યુરોપના દેશોમાં સિવેટ કોફીનું ચલણ વધારે છે. ત્‍યાં આ કોફી કિલોગ્રામ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી ૨૫,૦૦૦ રૂપિયાના ભાવે વેચાય છે.

   કર્ણાટકમાં કૂર્ગ કોન્‍સોલિડેટેડ કોમોડિટીઝ (CCC)એ આ લક્‍ઝુરિયસ કોફીનું નાના પાયે ઉત્‍પાદન શરૂ કર્યું છે. આ સાથે જ તેણે એક કાફે પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જયાં કોફીના રસિકોને આ કોફીનો ટેસ્‍ટ માણવા મળશે. સીસીસીના સ્‍થાપક પૈકી એક નરેન્‍દ્ર હેબરે કહ્યું હતું કે શરૂઆતમાં અમે ૨૦ કિલો સિવેટ કોફી બનાવી હતી. ત્‍યારબાદ સ્‍ટાર્ટઅપ ફર્મ સ્‍થાપીને ૨૦૧૫-૧૬માં અમે ૬૦ કિલો કોફી બનાવી અને ગયા વર્ષે ૨૦૦ કિલો કોફી બનાવી હતી. આ વર્ષે ઓક્‍ટોબરથી નવો પાક સારો આવવાની ધારણા છે તે જોતા ૫૦૦ કિલો ઉત્‍પાદનની આશા છે.'

   સ્‍થાનિક બજારમાં આ કોફી એઈનમેન (Ainmane)' બ્રાન્‍ડ હેઠળ વેચાય છે. મદિકેરી ખાતે આવેલા ક્‍લબ મહિન્‍દ્રા રિસોર્ટ ખાતે સીસીસીનો માત્ર એક જ આઉટલેટ છે, જયાં આ કોફી ઉપલબ્‍ધ છે.

 (01:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો