Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

એક વર્ષ મફત મુસાફરીની તક આપી રહી છે કતાર એરલાઇન

‘ગ્‍લોબલ ટ્રાવેલ બુટિક' અભિયાન

<br /> એક વર્ષ મફત મુસાફરીની તક આપી રહી છે કતાર એરલાઇન

      નવી દિલ્‍હી તા. ૧૩ : કતાર એરવેઝે મંગળવારે ગ્‍લોબલ ટ્રાવેલ બુટિક'પ્રચાર અભિયાન લોન્‍ચ કર્યું છે. જે દુનિયાભરના યાત્રીઓને ઇકોનોમી અને બિઝનેસ ક્‍લાસ એમ બન્ને યાત્રા દરમિયાન સસ્‍તા ભાડાની ઓફર કરી છે. આ સાથે જ ઇનામ પણ જીતવાની તક આપી રહ્યું છે. જેમાં એક વર્ષ સુધી કતાર એરવેઝના કોઇપણ સ્‍થાન પર મફત મુસાફરી કરી શકો છો.

      કંપનીએ એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે ૧૨થી ૧૯ સપ્‍ટેમ્‍બર દરમિયાન ઇકોનોમી અને બિઝનેસ ક્‍લાસ એમ બન્નેના ભાડામાં ૫૦ ટકાની છુટ આપવામાં આવી રહી છે.આ સાથે જ આ દરમિયાન બુકિંગ કરનારને એક ડ્રોમાં ભાગ લેવાની તક મળશે. આ ડ્રો દ્વારા એક વર્ષમાં કોઇપણ કતાર એરવેઝમાં મફત મુસાફરી કરીને પ્રાઇઝ જીતવાની તક મળશે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે અન્‍ય ઇનામમાં પ્‍લેટિનમ પ્રિવિલેજ ક્‍લબના સભ્‍ય બનવું. બિઝનેસ ક્‍લાસ માટે કોમ્‍પ્‍લિમેન્‍ટ્રી અપગ્રેડ અને દોહામાં માર્સા મલાજ ધ પર્લ કેમ્‍પિસ્‍કી' હોટલમાં ૩ રાત રહેવાની તક આપી રહ્યું છે.

       

 (01:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો