Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

બ્રિટનનો દાઉદને સણસણતો તમાચોઃ ૪૩૦૦૦ કરોડની સંપત્તિ જપ્‍ત કરી

અંધારી આલમના ડોન મામલે ભારતની ફરિયાદ બાદ બ્રિટને લીધુ પગલુઃ બ્રિટનમાં એક હોટલ અને અનેક મકાનો ધરાવે છે દાઉદ : મોસ્‍ટ વોન્‍ટેડ દાઉદની કુલ સંપત્તિ ૬.૭ અબજ ડોલરની છેઃ વિશ્વનો બીજો શ્રીમંત ગેંગસ્‍ટર્સ ગણાય છેઃ બ્રિટન બાદ હવે બીજા દેશો પણ ત્રાટકશે

બ્રિટનનો દાઉદને સણસણતો તમાચોઃ ૪૩૦૦૦ કરોડની સંપત્તિ જપ્‍ત કરી

        લંડન તા.૧૩ : મોસ્‍ટ વોન્‍ટેડ અને મુંબઇ બોંબ ધડાકાના માસ્‍ટર માઇન્‍ડ તથા અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમને બ્રિટને સણસણતો તમાચો માર્યો છે. દાઉદે બ્રિટનમાં લગભગ ૪૩૦૦૦ કરોડની સંપત્તિ એકઠી કરી હતી જેને જપ્‍ત કરવામાં આવી છે.

      બ્રિટનના અખબાર બર્મીંગહમ મેઇલે ફોર્બ્‍સ બીઝનેસ મેગેઝીનના હવાલાથી લખ્‍યુ છે કે, કોલંબીયાના ડ્રગ પાબ્‍લો એસ્‍કોબાર બાદ દાઉદ દુનિયાનો બીજો સૌથી શ્રીમંત ક્રીમીલર છે. આ સમાચારમાં દાઉદ ઇબ્રાહીમનું નામ કાસકર દાઉદ જણાવવામાં આવ્‍યુ છે.

      દાઉદના મામલામાં ભારતને પણ એક મોટી સફળતા મળી છે. દાઉદ પાસે વોરવીકશાયરમાં એક હોટલ અને અનેક મકાનો હતા જેની કિંમત હજારો કરોડ છે. ગયા મહિને જ બ્રિટીશ સરકારે દાઉદને આર્થિક પ્રતિબંધોવાળી યાદીમાં સામેલ કર્યો હતો. અત્રે એ નોંધનીય છે કે દાઉદ સામે પગલા લેવા ભારતે અગાઉ બ્રિટનને વિનંતી કરી હતી.

      બ્રિટન દ્વારા દાઉદના પાકિસ્‍તાનના ત્રણ સરનામા પણ જાહેર કરાયા હતા ઉપરાંત દાઉદ ર૧ નકલી નામોથી રહેતો હતો તે પણ જણાવાયુ હતુ. ફોર્બ્‍સ મેગેઝીનના જણાવ્‍યા પ્રમાણે દુનિયાના મોસ્‍ટ વોન્‍ટેડ ગેંગસ્‍ટર્સમાંથી એક દાઉદ ઇબ્રાહીમની કુલ સંપત્તિ ૬.૭ અબજ ડોલરની છે. તે વિશ્વનો બીજો શ્રીમંત ગેંગસ્‍ટર્સ છે. મળતા અહેવાલો મુજબ મુંબઇ બોંબ ધડાકાના માસ્‍ટર માઇન્‍ડ દાઉદની બ્રિટનમાં ૪૦૦૦ સંપત્તિ હતી જે જપ્‍ત કરવામાં આવી છે.

      દાઉદ આ ૨૧ નામોથી બ્રિટનમાં રહે છે. અબ્‍દુલ,  શેખ, ઈસ્‍માઈલ, અબ્‍દુલ અઝીઝ, અબ્‍દુલ હમીદ, અબ્‍દુલ રહેમાન, શેખ, મોહમ્‍મદ, ઈસ્‍માઈલ, અનીસ, ઈબ્રાહીમ, શેખ, મોહમ્‍મદ ભાઈ, બડા ભાઈ, દાઉદ ભાઈ, ઈકબાલ, દિલીપ, અઝીઝ, ઈબ્રાહીમ, દાઉદ, ફારૂકી, અનીસ ઈબ્રાહીમ, દાઉદ, હસન, શેખ, કાસકર, દૌદ હસન, શેખ ઈબ્રાહીમ, મેમન કાસકર, દાઉદ હસન, ઈબ્રાહીમ મેમન, દાઉદ ઈબ્રાહીમ, સાબરી દાઉદ, સાહબ, હાઝી અને શેઠના નામથી રહે છે.

       

 (11:22 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો