Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ડિજીટલ માર્કેટીંગ-ક્રિએટિવિટીઃદર્શાલી સોનીના ૨ પુસ્તકોનું પ્રકાશન

પુસ્તક પરિચય - ધન્વી-માહી

<br />ડિજીટલ માર્કેટીંગ-ક્રિએટિવિટીઃદર્શાલી સોનીના ૨ પુસ્તકોનું પ્રકાશન

      રાજકોટ :. શહેરની બહુમુખી પ્રતિભા દર્શાલી સોનીના બે પુસ્તકો તાજેતરમાં જ પ્રકાશિત થયા છે, ફકત ૨૨ વર્ષની વયે દર્શાલી પુસ્તકોના લેખન ઉપરાંત ભારતભરમાં પ્રથમવાર અનોખા એન્ગલથી મુવી ટોકનો કન્સેપ્ટ પણ લઈ આવી છે અને તેના મુવી ટોકસ પણ નિયમિત રીતે યોજાય છે. દર્શાલી સોનીના પુસ્તકો 'ક્રિએટિવિટી વિષે વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?' અને 'ડિજીટલ માર્કેટીંગ વિશે વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?'

      'જ્ઞાનયુગ' ચાલી રહ્યો છે. જ્ઞાન જ સાચી મૂડી છે અને આજના આધુનિક યુગમાં અભ્યાસ, નોકરી, વ્યવસાય કે જીવનમાં આગળ વધવા જ્ઞાન સીડી કે લિસ્ટ નહીં, પણ 'રોકેટ'ની ભૂમિકા ભજવે છે. જ્ઞાન મેળવવાના ઘણા માર્ગો છે. વાંચન પુરૂ પાડતા પુસ્તકોને 'મોટિવેશનલ' કે 'સેલ્ફ હેલ્પ'ના પુસ્તકો તરીકે ઓળખવામાં આવે છે અને મોટેભાગે અંગ્રેજીમાં આવા ઢગલાબંધ પુસ્તકો પ્રગટ થાય છે. સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. એક તો પુસ્તકોની સંખ્યા અઢળક કહી શકાય તેમ હોવાથી શું વાંચવુ કે નક્કી કરવું મુશ્કેલ છે, બીજું બધા પુસ્તકો આપણે ત્યાં ઉપલબ્ધ હોતા નથી અને હોય તો ખૂબ મોંઘા હોય છે. પુસ્તકો અંગ્રેજીમાં હોય અને તેમાના ખૂબ ઓછા પુસ્તકોના સંતોષકારક અનુવાદો થયા હોવાથી ભાષાની પણ સમસ્યા નડે અને ચોથું તેમજ કદાચ સૌથી મહત્વનું, આટલું બધુ વાંચવાનો સમય કયાંથી કાઢવો ?

      વાંચન માટે પસંદગી, નાણા, ભાષા અને સમય - આ ચારેય સમસ્યાઓનો એક સાથે ઉકેલ મળી જાય તો ? પેલુ કેટલીક સાયન્સ ફિકશન ફિલ્મોમાં આવે છે તેમ માત્ર બુક પર હાથ મુકી, બીજાનો હાથ પકડી કે માથા પર વાયરો ભરાવેલી હેલ્મેટ પહેરી પળવારમાં બધુ જ્ઞાન મળી જાય તો કેવી મજા આવે ? વેલ, આવું બધુ અત્યારે તો ફકત કલ્પનાનો વિષય છે. આવા ચમત્કારો બને ત્યાં સુધી આપે અભ્યાસ, નોકરી, વ્યવસાય કે જીવનમાં આગળ વધવા શું વાંચવુ તેનો ઉકેલ દર્શાલીના આ પુસ્તકો આપે છે.

      'ક્રિએટિવિટી' અને 'ડિજીટલ માર્કેટીંગ' આ બન્ને પુસ્તકમાં જે તે વિષયના કુલ ૧૦ બેસ્ટસેલર પુસ્તકો સમાવાયા છે. આમ 'ક્રિએટિવિટી' અને 'ડિજીટલ માર્કેટીંગ' પરના ૧૦ બેસ્ટ સેલર પુસ્તકોનો એકદમ કાળજીપૂર્વક તૈયાર કરેલો વિચારસાર આપ ફકત એક જ કલાકમાં વાંચી જઈ શકો છો. હવે પી.કે. ફિલ્મમાં પેલા એલિયનને હાથ પકડી બીજાની વાત જાણવામાં પાંચેક મિનિટ તો લાગતી જ ને? અહીં તમને ૧૦ લેખકોના વિચારો જાણ વા માટે માત્ર ૬૦ મીનીટનો સમય લાગશે !

      કોમ્પિટેટિવ યુગમાં આપ જેટલી વધુ સ્કીલ્સ અંગે જાણકારી મેળવો, હરીફાઈમાં તેટલા વધુ આગળ રહી શકો, માટે જ આ શ્રેણીમાં દર્શાલી સહિતના અન્ય લેખકો બીજા અનેક વિષયો પર પુસ્તકો તૈયાર કરી રહ્યા છે. ફકત ૨૨ વર્ષની ઉંમરે 'ક્રિએટિવિટી' અને 'ડિજીટલ માર્કેટીંગ' પરના અંગ્રેજીમાં લખાયેલા ૨૦ પુસ્તકોનો બે નાના પુસ્તકોમાં સાર રજૂ કર્યો છે.

      પ્રાપ્તી સ્થાનઃ 'ક્રિએટિવિટી' અને 'ડિજીટલ માર્કેટીંગ' કિંમત (દરેકની): રૂપિયા ૯૯ , પ્રકાશકઃ કે. બુકસ, રાજકોટ મો. ૯૮૨૪૨ ૧૯૦૭૪, પ્રાપ્તિસ્થાનઃ રાજેશ બુક શોપ, લોધાવાડ ચોક અને યાજ્ઞિક રોડ રાજકોટ

 (10:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો