Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

નિકાહ વખતે જ ત્રણ તલાકનો ઇનકાર શક્‍યઃ AIMPLB

નિકાહ વખતે સમજૂતી બાદ તલાકએ બિદ્દતનો આધાર નહીં લઇ શકાય

   ભોપાલ તા.૧૩: સુપ્રીમ કોર્ટમાં ત્રણ તલાકને ગેરબંધારણીય અને ગેરકાયદે ઘોષિત કરાયા પછી ઓલ ઇન્‍ડિયા મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) મહત્ત્વનો નિર્ણય લીધો છે.

   બોર્ડે નક્કી કર્યુ છે કે હવે નિકાહ સમયે જ કાઝી અને ધર્મગુરૂઓના માધ્‍યમથી દુલ્‍હા અને દુલ્‍હન વચ્‍ચે એ સંમતિ થશે કે સંબંધ ખતમ કરવા માટે કોઇપણ સ્‍થિતિમાં તલાક એ બિદ્દત (એકવારમાં ત્રણ તલાક)નો આધાર નહીં લેવામાં આવે. મધ્‍યપ્રદેશની રાજધાની ભોપાલમાં બોર્ડની રાષ્‍ટ્રીય કારોબારીની સોમવારે યોજાયેલી બેઠકમાં આ મામલે સંમતિ સધાઇ હતી.

   તેમાં બોર્ડે સ્‍પષ્‍ટ કર્યુ હતું કે તે અદાલતના નિર્ણયનું સન્‍માન કરે છે અને ત્રણ તલાક વિરૂદ્ધ તથા શરીયત અંગે જાગૃતિ ફેલાવવા માટે અભિયાન શરૂ કરશે. આ અંગે બોર્ડે એક સામિતિની રચનાનો પણ નિર્ણય કર્યો છે.

   બોર્ડના એક વરિષ્‍ઠ અધિકારીએ કહ્યું હતું કે એ યોગ્‍ય રહેશે કે નિકાહ વખતે જ યુવક અને યુવતીના પરિવારોમાં એ સંમતિ સાધવામાં આવે કે કોઇ એવી સ્‍થિતિ પેદા થાય છે કે જેમાં સંબંધ ખતમ કરવામાં આવે તો તેના માટે તલાક એ બિદ્દતનો આધાર લેવામાં નહી આવે

 (10:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો