Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

૮૫ દિવસ સુધી કોમામાં રહ્યા બાદ મહિલાએ બાળકીને જન્‍મ આપ્‍યો

ડોક્‍ટર્સે માતા - બાળક બંનેને બચાવ્‍યા

<br />૮૫ દિવસ સુધી કોમામાં રહ્યા બાદ મહિલાએ બાળકીને જન્‍મ આપ્‍યો

      પુણે તા. ૧૩ : લગભગ ૮૫ દિવસ સુધી કોમામાં રહેનારી એક ગર્ભવતી મહિલાને તેના નવજાત શિશુ સાથે બચાવવામાં ડોક્‍ટર્સને મોટી સફળતા મળી છે. પુણેની રૂબી હોલ ક્‍લિનિકમાં ગત ૨૦ માર્ચે મધ્‍યપ્રદેશના બુરહાનપુરની ૩૨ વર્ષીય ગર્ભવતી મહિલા પ્રગતિ સાધવાનીની સારવાર ચાલી રહી હતી. લાંબા સમય સુધી કોમામાં રહેવાને કારણે પરિવારજનોએ આશા છોડી દીધી હતી, પરંતુ આખરે ડોક્‍ટર્સે મહિલા અને તેના નવજાતને બચાવી લીધાં. પરિવારજનોએ હોસ્‍પિટલની પ્રશંસામાં વડાપ્રધાન અને મધ્‍ય પ્રદેશના મુખ્‍યપ્રધાનને પણ પત્ર લખ્‍યો છે, જેની જાણકારી મળ્‍યા બાદ હોસ્‍પિટલે મહિલાની સારવારના ખર્ચથી પણ પરિવારજનોને રાહત આપી છે.

      આઠ વર્ષથી ડાયાબિટીસથી પીડિત પ્રગતિ લગભગ સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હતી, જયારે તેને ગત પાંચ માર્ચે બેભાન અવસ્‍થામાં હોસ્‍પિટલ લાવવામાં આવી હતી. એક ખાનગી હોસ્‍પિટલમાં સારવાર શરૂ કરાઈ, પરંતુ સ્‍થિતિમાં વધુ સુધાર ન આવ્‍યા બાદ પરિવારજનોએ રૂબી હોલ ક્‍લિનિકમાં ન્‍યૂરોલોજિસ્‍ટ ડો. રૂસ્‍તમ વાડિયા પાસે સારવાર કરાવવાનું શરૂ કર્યું. અહીં ૨૦ માર્ચથી પ્રગતિની સારવાર ડો. રૂસ્‍તમ અને તેમની ટીમે શરૂ કરી હતી. બાદમાં પ્રસૂતિની સારવાર માટે આ હોસ્‍પિટલમાં ગાઇનેકોલોજિસ્‍ટ ડો. સુનીતા તેંડુલવાડકરની દેખરેખમાં તેને રાખવામાં આવી હતી.

      જયારે ડોક્‍ટર્સની ટીમે સારવારનો ઢાંચો તૈયાર કર્યો ત્‍યારે પ્રગતિ લગભગ ૧૭ સપ્તાહની ગર્ભવતી હતી. ડાયેટથી લઈને ઘણા પ્રકારની તપાસ અને સુગર મોનિટરિંગ સાથે દરેક સ્‍તરે સાવધાની રાખવામાં આવી. ત્‍યાર બાદ આ રિજલ્‍ટ સામે આવ્‍યું. પ્રગતિ લગભગ ૧૩૨ દિવસ સુધી હોસ્‍પિટલમાં હતી. તેમાંથી ૨૨ દિવસ તો તેને હાઈ ડિપેન્‍ડન્‍સી યુનિટમાં રાખવી પડી હતી. બાદમાં સુધારો જોતાં તેને જનરલ વોર્ડમાં શિફટ કરાઈ હતી. ડો. સુનીતા કહે છે કે પ્રગતિએ જુલાઈના અંતમા ૨.૨ કિલોગ્રામની એક સ્‍વસ્‍થ બાળકીને જન્‍મ આપ્‍યો છે.'

       

 (10:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો