Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

કેન્‍દ્ર સરકાર રૂ. ૧૦૦નો સિક્કો બહાર પાડશે

<br />કેન્‍દ્ર સરકાર રૂ. ૧૦૦નો સિક્કો બહાર પાડશે

       

      નવી દિલ્‍હી તા. ૧૩ : એઆઇએડીએમકેના સ્‍થાપક સ્‍વર્ગીય ડો. એમજી રામચંદ્રનના જન્‍મજયંતિ નિમિત્તે રૂ. ૧૦૦ના સિક્કા ટૂંકમાં જ બહાર પડાશે તેમ નાણાં મંત્રાલયે જારી કરેલા એક જાહેરનામામાં જણાવાયું છે. આની સાથે જ રૂ.પાંચના સિક્કા પણ જારી કરાશે. રૂ. ૧૦૦નો સિક્કો સિલ્‍વર (૫૦ ટકા), કોપર (૪૦ ટકા), નિકલ (પાંચ ટકા) અને ઝિન્‍ક (પાંચ ટકા)ના ધાતુના સમાયોજન સાથેનો હશે. તેનો ડાયામીટર ૪૪ મિલિમીટરનો રહેશે.

      આ સિક્કાના મધ્‍યમાં લાઇન કેપિટલ ઓફ અશોક પિલ્લર) અને દેવનગરી સ્‍ક્રિપ્‍ટમાં તેની નીચે સત્‍યમેવ જયતે' જોતરાયેલું હશે. તેની પર રૂપિયાનું પ્રતીય અને રૂ.૧૦૦નું મૂલ્‍ય દર્શાવતો આંકડો પણ હશે.' સિક્કાના પાછળની બાજુ ડો. એમજી રામચંદ્રનનું પોર્ટ્રેટ મધ્‍યમાં હશે. આ સિક્કાનું વજન ૩૫ ગ્રામનું હશે.

      એવી જ રીતે રૂપિયા પાંચના નવી સિક્કાનો ડાયમીટર ૨૩ મિલીમીટર હશે અને તેનું વજન માત્ર છ ગ્રામ રહેશે. રૂ. પાંચના સિક્કાના ધાતુનું સમાયોજન જોઇએ તો કોપર (૭૫ ટકા), ઝિંક (૨૦ ટકા) અને નિકલ (પાંચ ટકા) રહેશે. તામિલનાડુ સરકારે પૂર્વ મુખ્‍યમંત્રીના જન્‍મ શતાબ્‍દી નિમિત્તે સિક્કો બહાર પાડવા કેન્‍દ્રને વિનંતિ કરી હતી.

       

       

 (10:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો