Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

દેશનાં ૭૦% લોકો રદ્દ કરાયેલી ૧૦૦૦ની નોટ ચલણમાં પાછી ઇચ્‍છે છે

<br />દેશનાં ૭૦% લોકો રદ્દ કરાયેલી ૧૦૦૦ની નોટ ચલણમાં પાછી ઇચ્‍છે છે

      નાની નોટોથી નાણાકીય વ્‍યવહારો કરતા લોકોને તકલીફ : ૬૨ ટકાના મતે મોટી ચલણી નોટોના છુટ્ટા મેળવવામાં મુશ્‍કેલી

      નવી દિલ્‍હી તા. ૧૩ : કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા ગયા વર્ષે ૮ નવેમ્‍બરે રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦ની નોટો રદ થયાનાં બરાબર ૧૦ મહિના પછી દેશનાં ૭૦ ટકા લોકો એવું ઈચ્‍છે છે કે રિઝર્વ બેન્‍ક દ્વારા રૂા. ૧૦૦૦ની રદ થયેલી જૂની નોટો પાછી ચલણમાં મુકવામાં આવે. હૈદરાબાદની સંસ્‍થા વેટૂઓનલાઈન દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં આ ચોકાવનારૂં તારણ બહાર આવ્‍યું હતું.

      માર્ચ ૨૦૧૬નાં રોજ દેશનાં નાણાં બજારમાં કુલ ૧૬.૨૪ ટ્રિલિયન મૂલ્‍યની બેન્‍ક નોટો ચલણમાં ફરતી હતી જેમાં ૮૬ ટકા નોટો રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦નાં મૂલ્‍યની હતી. નોટબંધીની તરફેણ કરનારાઓ અને સરકારની એવી ધારણા હતી કે નોટબંધીથી ખર્વો રૃપિયાની બચત થશે પણ ગયા અઠવાડીયે રિઝર્વ બેન્‍કે જણાવ્‍યું હતું કે રદ કરવામાં આવેલી નોટો પૈકી ૯૯ ટકા નોટો સિસ્‍ટમમાં પાછી આવી ગઈ હતી.

      સર્વેમાં જયારે લોકોને પુછવામાં આવ્‍યું કે શું તેઓ રદ કરાયેલી રૂા. ૧૦૦૦ની નોટ પાછી ચલણમાં આવે તેવું ઈચ્‍છે છે? ત્‍યારે ૬૯ ટકા લોકોએ તેનો જવાબ હા માં આપ્‍યો હતો. રિઝર્વ બેન્‍ક દ્વારા નોટબંધી પછી રૂા. ૫૦૦ અને રૂા. ૨૦૦૦ની નવી નોટો બજારમાં મુકી હતી. મોટા ચલણની નોટો બજારમાં આવતા નાની નોટોથી નાણાકીય વ્‍યવહાર કરનારાઓને ભારે તકલીફમાં મુકાઈ ગયા છે તેમ સરવેમાં જણાવાયું હતું.

      નોટબંધી પછી મોટી રકમનાં છુટ્ટા મેળવવામાં તકલીફ પડતી હોવાનું ૬૨ ટકા લોકોએ જણાવ્‍યું હતું જયારે ૩૮ ટકા લોકોએ તેમને છુટ્ટા મેળવવામાં કોઈ મુશ્‍કેલી પડતી ન હોવાનું કહ્યું હતું.

      મોટી ચલણી નોટોનાં છુટ્ટા મેળવવા આરબીઆઈ દ્વારા ઓગસ્‍ટમાં રૂા. ૨૦૦ની નવી નોટ બજારમાં મુકવામાં આવી છે. રૂા. ૨૦૦ની નવી નોટથી છુટ્ટા મેળવવાની સમસ્‍યા ઉકેલાશે ખરી? તેવા પ્રશ્નનો ૬૭ ટકા લોકોએ હામાં જવાબ આપ્‍યો હતો.

       

       

 (10:45 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો