Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

અમે ભાજપને નિયંત્રિત નથી કરતાઃ રામ મંદિર અંગે સુપ્રિમ કોર્ટનો ફેંસલો મંજુર રહેશેઃ મોહન ભાગવત

સંઘના વડાએ પ૦ દેશોના રાજદુતો અને રાજદ્વારીઓ સાથે કર્યો વાર્તાલાપ

અમે ભાજપને નિયંત્રિત નથી કરતાઃ રામ મંદિર અંગે સુપ્રિમ કોર્ટનો ફેંસલો મંજુર રહેશેઃ મોહન ભાગવત

   નવી દિલ્‍હી તા.૧૩ : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગઇકાલે પ૦ દેશોના રાજદુતો અને રાજદ્વારીઓ સાથે મુલાકાત કરી જણાવ્‍યુ હતુ કે, અમારૂ સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતુ અને ન તો ભાજપ અમારા સંગઠનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યુ હતુ કે, રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટ જે કહે તે અમને મંજુર છે.

   એક થીન્‍ક ટેન્‍ક તરફથી આયોજીત સત્ર દરમિયાન ભાગવતે કહ્યુ હતુ કે, સંઘ ઇન્‍ટરનેટ પર ટ્રોલીંગને સમર્થન નથી કરતુ અને સંઘ કોઇપણ ભેદભાવ વગર દેશની એકતા માટે કામ કરે છે. તેમણે કહ્યુ હતુ કે, સંઘ ભાજપને નથી ચલાવતુ કે ભાજપ સંઘને ચલાવતુ નથી. અમે સ્‍વતંત્ર રહીને એક સ્‍વયંસેવક તરીકે તેઓની સાથે સંપર્ક કરીએ છીએ અને વિચારોનું આદાન-પ્રદાન કરીએ છીએ.

   કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યુ હતુ કે રામ મંદિર અને બાબરી મસ્‍જીદ મામલે સુપ્રિમ કોર્ટ જે ફેંસલો આપશે તે અમને માન્‍ય રહેશે. મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે પોતાના સારા સંબંધોની વાત જણાવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી રામ માધવ અને સરકારના રાજય મંત્રી જયંત સિંહા પણ હાજર હતા.

   ભાગવતે હિન્‍દુત્‍વ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સમય સાથે બધુ બદલાય છે. ભાગવતે કહ્યુ હતુ કે જયારે કોઇ કહે છે કે, તે હિન્‍દુ છે તો તેનો મતલબ તેના ધર્મ કે પછી રહેવાની રીતથી નથી. એનો અર્થ એ છે કે સામેવાળો જેવો છે તેને અમે કેવી રીતે સ્‍વીકાર કરીએ છીએ. હિન્‍દુ મતલબ આ પહેરવુ અને આ ખાવુ નથી. કોઇ ચીજને ઠોકી બેસાડવી પણ નથી.

 (10:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો