Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

પાલનપુર ગોળીબારમાં પાંચ આરોપી ઝડપાયા

હથિયારનો બોગસ પરવાનો

   પાલનપુર, તા.૧૩, પાલનપુર શહેરમાં રહિમી હોટલમાં થયેલ ફાયરિંગના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ફાયરિંગમાં ઉપયોગ થયેલ રિવોલ્વર અને કારતુસ પણ જપ્ત કર્યો છે ફાયરિંગમાં ગુનામાં મુખ્ય આરોપી અફઝલખાન ઉર્ફે લાલો નજીરખાન ધાસુરા પાસેથી શંકાસ્પદ ઓલ ઈન્ડિયાનો હથિયાર પરાવોન મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે અને આ પરવાનાની પોલીસ તપાસ માટે સંબંધિત વિભાગને મોકલવામાં આવી છે જોકે હાલમાં અફઝલ નામના આરોપી પાસેથી મળેલ ઓલ ઈન્ડિયા હથિયારનો પરવાનો પ્રાથમિક તબક્કે બોગસ હોવાનું માલુમ પડ્યું છે. પાલનપુર રહિમી હોટલમાં બે ગેંગ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગમાં પાંચ રાઉન્ડ ગોળીબાર પણ થયો છે જેમાં ચાર લોકોને ઈજા થઈ હતી. જે આરોપી તરીકે હોવાથી હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે સારવાર લઈ રહેલા ચાર આરોપીઓ તેમજ અન્ય પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 (11:14 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS