Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

ઓઢવ : પાણીની લાઈનમાં ફરીથી ભંગાણથી પરેશાની

હજારો લીટર પાણીનો બગાડ થતા ચારેબાજુ ટિકાઃ તંત્ર મોદી કાર્યક્રમમાં વ્યસ્ત,મોડેથી લીકેજીસ બંધ કરાયુ

    અમદાવાદ, તા.૧૩, અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આજે ફરી એક વાર મ્યુનિસિપલ  કોર્પોરેશનની ઓઢવ વિસ્તારની પાણીની પસાર થતી મુખ્ય  પાઈપ લાઈનમા ભંગાણ સર્જાતા રસ્તા ઉપર હજરો લીટર પાણીનનો બગાડ થવા પામ્યો હતો.પ્રધાનમંત્રીના કાર્યક્રમમા વ્યસ્ત એવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ લીકેજીસને બંધ કરવામા આવ્યુ હતુ.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલી રહી હોઈ આ અગાઉ પણ પૂર્વ વિસ્તારના અમરાઈવાડી,સ્વસ્તીક ક્રોસ રોડ સહિતના વિસ્તારમા ચાર વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પસાર થતી મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે લાખ્ખો લીટર પાણીનો વ્યય થઈ ચુકયો છે.આજે ફરી એક વખત પૂર્વઝોનના ઓઢવ વિસ્તારમા આવેલી રબારી કોલોની પાસે પસાર થતી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય પાણીની પાઈપલાઈનમા ભંગાણ પડતા રોડ ઉપર હજારો લીટર પાણી વહી ગયુ હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમગ્ર સ્ટાફ આજે અને આવતીકાલે એમ બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શીન્જો આબેના કાર્યક્રમમા વ્યસ્ત હોઈ સ્થાનિક રહીશો દ્વારા તંત્રના અધિકારીઓને આ બાબતની જાણ કરવા છતાં પણ લીકેજીસને બંધ કરવા અંગેની કોઈ કાર્યવાહી હાથ ધરવામા આવી ન હતી.અંતે સવારે ૧૦ કલાક પછી પૂર્વઝોનના મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં પાઈપલાઈનમાં પડેલા ભંગાણના સમારકામની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે,ભંગાણના સમારકામ બાદ પણ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભંગાણ પડવા પાછળ ચોકકસ કયા કારણ હતા તે અંગે કોઈ ખુલાસો કરવામા આવ્યો નથી.

 (11:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS