Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

પેટલાદ નગરપાલિકના ૭ બળવાખોર સભ્યો સસ્પેન્ડ

પ્રમુખની ચૂંટણીમાં વ્હીપ વિરૂધ્ધ મતદાન કર્યું હતું: આ તમામ બળવાખોર સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે નિર્દેશ અધિકારી, ગાંધીનગર સમક્ષ કોંગ્રેસ દ્વારા અપીલ

   અમદાવાદ,તા. ૧૩, કોંગ્રેસપક્ષના નિશાન પર ચૂંટાયેલા પેટલાદ નગરપાલિકાના સભ્યોએ કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર વ્હીપ વિરૂધ્ધમાં જઇને નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની સામાન્ય સભામાં મતદાન કરતાં કોંગ્રેસપક્ષ દ્વારા સાત બળવાખોર સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આ તમામ બળવાખોર સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે નિર્દેશ અધિકારી, ગાંધીનગર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી અપીલ પણ કરવામાં આવી છે.          કોંગ્રેસ પક્ષ તરફથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયેલા પેટલાદ નગરપાલિકાના બળવાખોર સભ્યોમાં શ્રીમતી રેણુકાબહેન રમણભાઇ વાઘેલા, રીદાદતખાન મુખત્યારખાન પઠાણ, ગુલામદસ્તગીર નુરમહંમદ વોરા, સાયનાબીબી સાહિદ એહમદ સૈય્યદ, અબરારબેગ દિલાવરબેગ મીરઝા, ઝુબેદાબાનુ રીયાઝખાન પઠાણ અને વિજયભાઇ ચીમનભાઇ તળપદાનો સમાવેશ થાય છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પેટલાદ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ તરફથી જારી સત્તાવાર વ્હીપ વિરૂધ્ધમાં જઇને આ સાત બળવાખોર સભ્યોએ મતદાન કર્યું હોવાથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સૂચના મુજબ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઇ પટેલ દ્વારા આ તમામ સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ  બળવાખોર સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે નિર્દેશ અધિકારી, ગાંધીનગર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી અપીલ પણ કરાઇ છે.

 (11:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS