Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

અમદાવાદ શહેરમા અસહ્ય ઉકળાટ વચ્ચે ફરી વરસાદ

સતત ચોથા દિવસે વરસાદી માહોલ રહ્યોઃ મોસમનો સરેરાશ વરસાદ હવે ૧૦૩૧.૪૨ મીલીમીટર

   અમદાવાદ,તા. ૧૩, એકતરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો આબેનુ અમદાવાદ શહેરમા આગમન થવા પામ્યુ છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમા આજે સતત ચોથા દિવસે પણ વાતાવરણમા અચાનક પલટો આવવાની સાથે શહેરના અનેક વિસ્તારોમા ભારે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.શહેરના દક્ષિણઝોનમાં છેલ્લા ૨૪ કલાકમા સૌથી વધુ ૨૨ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેર સહીત રાજયના અનેક વિસ્તારોમા તારીખ ૧૪ અને ૧૫ ના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામા આવી છે.બીજી તરફ અમદાવાદ શહેરમા પણ સતત ચાર દિવસથી સતત  વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાગોર હોલ ખાતે શરૂ કરવામા આવેલા કંટ્રોલરૂમ સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકની અંદર સૌથી વધુ દક્ષિણઝોનમાં ૨૨ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.મળતી વિગતો પ્રમાણે આજે બપોરના સુમારે શહેરના નારોલ વિસ્તારમા ધોધમાર વરસાદી ઝાપટુ પડવા પામ્યુ હતુ.આ સાથે જ શહેરના નવા પશ્ચિમઝોનમાં પ્રહલાદનગર સહીતના અન્ય વિસ્તારો ઉત્તરઝોનના પણ અનેક વિસ્તારોમા વરસાદ વરસવા પામ્યો હતો.અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકની અંદર સરેરાશ ૪.૭૧ મીલીમીટર વરસાદ વરસવા પામ્યો છે.

   આ સાથે જ શહેરમાં મોસમનો અત્યાર સુધીમા સરેરાશ કુલ વરસાદ ૧૦૩૧.૪૨ મીલીમીટર થવા પામ્યો છે.શહેરના પશ્ચિમઝોનમા એક વૃક્ષ ધરાશયી બનવા પામ્યુ છે.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૬.૫૦ ફુટ નોંધાવા પામી છે.કેનાલમા જાવક ૧૦૬૦ કયુસેક છે.બેરેજના તમામ દરવાજા બંધ છે.

 (11:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS