Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

રોશની વચ્ચે શહેરમાં નવરાત્રિ તેમજ દિવાળી જેવો જ માહોલ

રિવરફ્રન્ટ, તમામ બ્રીજ પર રંગબેરંગી રોશની : અમદાવાદને દુલ્હનની જેમ સજાવાયેલ નઝારો જોવા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા : સેલ્ફી અને વિડિયો લેવાયા

   અમદાવાદ,તા. ૧૩ :      જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, તેમના પત્ની અકી આબે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ સમગ્ર અમદાવાદ શહેરને જાણે દુલ્હનની જેમ સજાવાયું હતું. શહેરની વિશેષ ઇમારતો, તમામ બ્રીજ, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ રંગબેરંગી અને ઝળહળતી લાઇટો અને ભારતીય સંસ્કૃતિનો પરચિય કરાવતી કલા-નૃત્યો અને સંગીતના વાદ્યો, ઢોલ-નગારા, ત્રાંસા અને શરણાઇના સૂરોને લઇ શહેરભરમાં જાણે નવરાત્રિ અને દિવાળી જેવો માહોલ છવાયો હતો. તો બીજીબાજુ, અમદાવાદનો આવો અદ્ભુત નઝારો કયારેય જોવા ના મળ્યો હોઇ શહેરીજનો રિવરફ્ન્ટ સહિતના સ્થળોએ ખૂબ મોટી સંખ્યામાં અદ્ભુત નઝારો જોવા ઉમટયા હતા અને બેનમૂન દ્રશ્યોને મોબાઇલમાં કંડારવા અને સેલ્ફી માટે પડાપડી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેની અમદાવાદ મુલાકાતને લઇ રાજય સરકાર અને સમગ્ર વહીવટીતંત્ર છેલ્લા કેટલાક દિવસોથી જોરદારી રીતે કાર્ય કરી રહ્યું હતું. ખાસ કરીને શહેરના જે માર્ગો પરથી ત્રણેય મહાનુભાવો પસાર થવાના હતા તે તમામ રસ્તાઓ યુધ્ધના ધોરણે રીપેર કરી નવા બનાવી દેવાયા હતા. તો, સમગ્ર રૂ અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર સફાઇ અભિયાન ચલાવાયું હતું અને એકદમ સ્વચ્છ-ચોખ્ખાઇ કરી દેવાઇ હતી. જેને લીધે એકદમ કલીન વાતાવરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ત્રણેય મહાનુભાવોની રાત્રિના સમયે રિવરફ્રન્ટ સહિતના સ્થાનોએ મુલાકાતને લઇ રિવરફ્રન્ટ, શહેરના તમામ બ્રીજ, વિવિધ ઇમારતો સહિતના સ્થળોએ રંગબેરંગી અને ઝળહળતી લાઇટો અને શણગારના સુશોભન કરાયા હતા. જેને લઇ રાત્રિના સમયે સ્થાનોનો નઝારો અદ્ભુત અને નયનરમ્ય બની રહ્યો હતો. શહેરની વિશેષ ઇમારતો, તમામ બ્રીજ, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ રંગબેરંગી અને ઝળહળતી લાઇટો અને ભારતીય સંસ્કૃતિનો પરચિય કરાવતી કલા-નૃત્યો અને સંગીતના વાદ્યો, ઢોલ-નગારા, ત્રાંસા અને શરણાઇના સૂરોને લઇ શહેરભરમાં જાણે નવરાત્રિ અને દિવાળી જેવો માહોલ છવાયો હતો. જેને લઇ શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો.      અમદાવાદનો આવો અદ્ભુત નઝારો મોબાઇલમાં કંડારવા અને સેલ્ફી લેવા માટે નગરજનોએ ખાસ કરીને યુવાવર્ગે પડાપડી કરી હતી.

   તમામ મહાનુભાવો આવવાના સમય પહેલાં પ્રોટોકોલના ભાગરૂપે રસ્તા બંધ કરી દેવાયા હોઇ શહેરીજનોએ તે પહેલાં અથવા તો મહાનુભાવોની વિદાય બાદ સ્થળોએ ખાસ મુલાકાત લઇ નઝારાનો લ્હાવો માણ્યો હતો.

 (08:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS