Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

કાલથી અમદાવાદથી સોમનાથ સુધી પાટીદારોની સંકલ્પયાત્રા

સુરતમાં ગઇકાલે બનેલા બનાવથી પાટીદારો ફરી સંગઠીત થઇ રહ્યા છે : હાર્દિક પટેલ ને પાટીદારો વીરપુર - કાગવડ દર્શન કરશેઃ ગુરૂવારે પડધરી અને શુક્રવારે અજાબમાં રાત્રી રોકાણઃ ઠેર-ઠેર સ્વાગત - સભા : હિંમતસિંહ ગુર્જર, એમપીના ખેડૂત આગેવાનો પણ જોડાશેઃ રાજકોટ શહેરનો રૂટ લેવા વિચારણા

   રાજકોટ તા. ૧૩ : પાટીદારોનું અનામત આંદોલન હવે વેગવાન બની રહ્યું છે. પાટણ - મહેસાણા બાદ ગઇકાલે સુરતમાં પાટીદાર યુવકો ઉપર લાઠીચાર્જ અને ભાજપ સરકાર સામે ઉગ્ર રોષ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે આવતીકાલથી હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર સમાજ દ્વારા અમદાવાદથી સોમનાથ સુધી ૩ દિવસ સંકલ્પયાત્રા નીકળશે.

   સંકલ્પયાત્રા અમદાવાદથી સોમનાથ દરમિયાન ઠેર-ઠેર સ્વાગત - સભાની તડામાર તૈયારીઓ થઇ રહી છે.

   પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી એક વાર પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે હાર્દિક પટેલ ૧૪ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની સંકલ્પ યાત્રા કાઢશે. ૧૪ સપ્ટેમ્બરે અમદાવાદથી નિકળનારી આ સંકલ્પ યાત્રા ૧૬ સપ્ટેમ્બરે સોમનાથ પહોંચશે.

   હાર્દિક પટેલે આ સંકલ્પ યાત્રામાં 'અનામત અમારો અધિકાર છે' એ સંકલ્પને મુખ્ય ઉદ્દેશ ગણાવ્યો છે. ૧૬ સપ્ટેમ્બરે સોમનાથમાં યાત્રાનું સમાપન થાય ત્યારે હજારો પાટીદારો સાથે મળીને હાર્દિક પટેલ 'અનામત અમારો અધિકાર છે' એ સંકલ્પ લેશે. સમગ્ર ગુજરાતના પાટીદારોને પણ 'અનામત અમારો અધિકાર છે' એ સંકલ્પ લેવા આહ્વાન કરાશે.

   અનામત અમારો અધિકાર છે સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ આ પ્રમાણે છે- તારીખ ૧૪/૦૯/૧૭ ને ગુરુવાર - અમદાવાદ શીલજ ચાર રસ્તાથી પ્રસ્થાન સવારે ૯ કલાકે - વિરમગામ - માલવણ બપોરે ૧૨ કલાકે વિશ્રામ - ધ્રાંગધ્રા ૩ કલાકે - હળવદ ચોકડી ૩.૩૦ કલાકે - મોરબી સીટી, ૪ કલાકે - ટંકારા ૫.૩૦ કલાકે - પડધરી રાત્રિ રોકાણ, સભા રાત્રે ૯ કલાકે

   તારીખ ૧૫/૦૯/૧૭ શુક્રવાર- વીરપુર, સવારે ૦૯ કલાકે - જેતપુર, સવારે ૧૦ કલાકે - જેતલસર, ૧૨ કલાકે બપોરે વિશ્રામ - ચોકી - વડાલ - કેશોદ રોડ શો ૫ કલાકે - અજાબ, ૮ કલાકે સભા, રાત્રી રોકાણ કરાશે. તારીખ ૧૬ શનિવાર - કેશોદ થી સોમનાથ તરફ પ્રસ્થાન કરશે.

 (04:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS