Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

કરમસદ અને પોરબંદરથી ભાજપની ગૌરવ યાત્રા

સરદાર પટેલ અને મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિથી કેસરિયો ટંકાર થશે : એકમાં રૂપાણીનું નેતૃત્‍વ, બીજામાં વાઘાણી સુકાનીઃ ૧ ઓકટોબરથી પ્રારંભઃ અમિત શાહ લીલીઝંડી આપશે

કરમસદ અને પોરબંદરથી ભાજપની ગૌરવ યાત્રા

   રાજકોટ, તા. ૧૩ : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તા. ૧ થી ૧૫ ઓકટોબર સુધી ગુજરાત ગૌરવ યાત્રા યોજવાનું નક્કી થયુ છે. જેમા એક યાત્રા વલ્લભભાઈ પટેલની જન્‍મભૂમિ આણંદ પાસેના કરમસદથી આરંભાશે. બીજી યાત્રા મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ પોરબંદરથી શરૂ થશે.

   રાજ્‍યમાં ભાજપ સરકારની કામગીરી વર્ણવવા તેમજ ફરી લોકો પાસે મત માગવા ભાજપે યાત્રા સ્‍વરૂપે જવાનું નક્કી કર્યુ છે. રાજ્‍યમાં કુલ બે યાત્રા નિકળશે. એકમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને બીજામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સુકાન સંભાળશે.

   કરમસદની યાત્રાને તા. ૧ ઓકટોબરે રાષ્‍ટ્રીય પ્રમુખ અમિત શાહ લીલી ઝંડી આપશે. પોરબંદરની યાત્રાને પ્રસ્‍થાન કરાવવા પણ કોઈ મોટા ગજાના નેતા આવશે. એક પખવાડીયાની બન્ને યાત્રા ૧૮૨ પૈકી ૧૪૦ જેટલા વિધાનસભા મત વિસ્‍તારોને આવરી લેશે. ઠેર ઠેર સ્‍વાગત અને જાહેરસભાનું આયોજન છે. યાત્રાના સમયગાળામાં જ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી અને કેન્‍દ્રીય મંત્રીઓ તેમા જોડાય તેવી શકયતા છે. ભાજપ દ્વારા યાત્રાની વિગતવાર જાહેરાત હવે પછી થશે.  ભૂતકાળમાં ગોધરાકાંડ પછી ૨૦૦૨માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગુજરાત ગૌરવયાત્રા નામે યાત્રા કાઢી હતી.

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS