Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

આને કહેવાય પાટીદારોને અન્યાય

પાટીદારોના કાર્યક્રમને મંજુરી નહી ભાજપના ઋત્વીજ પટેલને લીલીઝંડી

હાર્દિક પટેલનું ટવીટ... સરકાર પર પસ્તાળ પાડી

પાટીદારોના કાર્યક્રમને મંજુરી નહી ભાજપના ઋત્વીજ પટેલને લીલીઝંડી

   રાજકોટ, તા., ૧૩: સુરતમાં ભાજપના વિજય ટંકાર સંમેલનમાં પાટીદારોએ પરચો દેખાડયા બાદ પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેેલે ટવીટ કરીને જણાવ્યું હતું કે, સુરત પાસ કન્વીનર અને પાટીદાર યુવાનોને તાત્કાલીક છોડવામાં નહી આવે તો ગુજરાતમાં શરૂ થશે ક્રાંતી માર્ગ.

   પાટીદાર વિસ્તારમાં ભાજપને કાર્યક્રમ મંજુરી ના આપવા પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી. પાટીદારોને મંજુરી આપતા નથી. લોકશાહી ઢબે વિરોધ કરીને લાઠીચાર્જ શા માટે? પાટીદારોના કાર્યક્રમ હોય તો મંજુરી આપતા પહેલા બહાના બતાવાય છે. કંઇ પણ થશે તો બધી જવાબદારી તમારી રહેશે એવી બાંહેધરી લેવડાવાય છે. આમ છતા પરમીશન નથી અપાતી. ગુજરાતમાં દરેક જગ્યાએ સભામાં ઋત્વીજનો વિરોધ હોવા છતા મંજુરી કેમ? બંદોબસ્ત કેમ?.

 (03:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS