Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

સુરતમાં ભાજપના વિજય ટંકાર સંમેલનમાં પાટીદારોનો પરચોઃ શાંતિ

પાટીદારોના આકરા મિજાજથી ભાજપ સરકાર ફરી ચિંતામાં : બે બસ સળગાવાયા બાદ આખી રાત દહેશતભરી શાંતિ : રાત્રે ૩ કલાકે યોગી ચોકમાં એસએમસીના કોમ્યુનિટી હોલનો કચ્ચરઘાણ : પોલીસનો લોખંડી બંદોબસ્ત

સુરતમાં ભાજપના વિજય ટંકાર સંમેલનમાં પાટીદારોનો પરચોઃ શાંતિ

   રાજકોટ, તા. ૧૩ : ખૂબસુરત સુરત શહેર તેની હિરા - કાપડ અને ઉદ્યોગો માટે દેશ-વિદેશમાં ખૂબ પ્રચલિત છે. છેલ્લા બે વર્ષથી પાટીદારોના ગઢ સમા સુરત શહેરમાં પાટીદાર અનામત આંદોલનની માંગ બળવતર બની છે. અગાઉ ત્રણ-ચાર દિવસના કર્ફયુ બાદ પોલીસ ભાજપ અને રાજય સરકાર સામે પાટીદારો દ્વારા સમયાંતરે ઘર્ષણ થતું રહ્યુ છે. ગઈકાલે રાત્રે ભાજપના વિજયટંકાર સંમેલનમાં પાટીદારોએ તેનો પરચો બતાડી જબ્બર વિરોધ નોંધાવ્યો હતો.

   છેલ્લા કેટલાક દિવસોથી શાંત રીતે ચાલતુ પાટીદાર અનામત આંદોલને ગઇકાલે ચિંગારી બાદ ભડકો થતાં ભાજપ અને રાજય સરકાર ફરી ચિંતામાં મૂકાઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં પાટીદારોની સંગઠિતતા અને રોષને કેમ ખાળવો તે અંગે મનોમંથન થઈ રહ્યાનું જાણવા મળે છે.

   વરાછામાં યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલના વિજય ટંકાર સંમેલનમાં પાટીદારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસે બળપ્રયોગ કરતા પાટીદારો રસ્તા ઉપર આવી બીઆરટીએસ તેમજ યોગી ચોકમાં આવેલ કોમ્યુનિટી હોલને નિશાન બનાવી રોષ ઠાલવ્યો હતો. આખી રાત દહેશતભર્યા માહોલમાં પોલીસ અને પાટીદારો વચ્ચે સંતાકુકડી સમી ભાગદોડ મચી હતી.

   સુરતમાં યોજાયેલ ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલની સભામાં હંગામો થયો હતો પાટીદારો અને પોલીસ વચ્ચે દ્યર્ષણ થતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે સ્થિતી તંગ બની હતી.પોલીસે પાસના આગેવાનોની અટકાયત કરતા મામલો વધુ બિચકયો હતો દરમિયાન સુરતમાં પાટીદારોની અટકાયત મામલે પાટીદાર અનામત આંદોલનના સુપ્રીમો હાર્દિક પટેલે રોષ ઠાલવતા સોશિયલ મિડિયામાં ટ્વીટ કર્યુ છે કે, જો પાટીદારોને નહીં છોડાય તો મોટી લડત થશે. સુરતમાં કાપોદ્રા અને હિરાબાગ વિસ્તારમાં પાટીદારો વિફરતા પરિસ્થિતિ વધારે વણસી ગઇ છે.

   સુરતમાં કાપોદ્રા અને હિરાબાગ વિસ્તારમાં પાટીદારો વિફરતા પરિસ્થિતિ વધારે વણસી ગઇ છે.

   પાટીદારોએ રામ ધૂન બોલાવી વિરોધ કર્યો હતો. ઉમરા પોસ્ટેડ એસ.ટીમાં પાટીદારોનું ટોળુ ઉમટ્યું હતું.પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.૧૦૦થી વધુ લોકો આવી પહોંચ્યા છે.ધીરૂ ગેજેરા સહિતના કોંગ્રેસ કોર્પોર્ટેરસદોડી ગયા હતા.

   સુરતમાં વરાછા રોડ હીરાબાગથી અશ્વિનીકુમાર બીઆરટીએસ રોડ ઉપર એક (પોલીસની ગાડી ઉંધી નાખી દીધાનું અને બીઆરટીએસ તોડ્યાની તથા રસ્તા પર વૃક્ષ નાખી દેવાયાના હેવાલો મળી રહ્યા છે સત્ત્।વાર સમર્થન મેળવાઈ રહ્યું છે

   સુરતના યોગી ચોકમાં પણ પોલીસ-પાટીદારો વચ્ચે રકઝક-માથાકૂટ થયાના વાવડ મળે છે

   સુરતમાં ભાજપના કાર્યક્રમમાં હંગામો થયા બાદ પાટીદારો અને (પોલીસ સામસામે આવી છે પોલીસે પાસના કન્વીનર સહીત અંદાજે ૨૪ પાટીદારોની અટકાયત કરી હતી અને પાસના આગેવાનોની અટકાયત બાદ મામલો બિચકયો હતો તેવામાં સુરતના યોગી ચોકમાં પણ પોલીસ-પાટીદારો વચ્ચે રકઝક-માથાકૂટ થયાના વાવડ મળે છે.

   રાત્રે ૩ કલાકે યોગી ચોકમાં તોફાની ટોળાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલનો કચ્ચરઘાણ વાળી દીધો છે.

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS