Samachar Business

News of Wednesday, 13th September, 2017

આઈવુંમીના બે સ્‍માર્ટફોન ‘એમઆઈ ૩ અને એમઆઈ ૩ એસ' ભારતમાં લોન્‍ચ

આઈવુંમીના બે સ્‍માર્ટફોન ‘એમઆઈ ૩ અને એમઆઈ ૩ એસ' ભારતમાં લોન્‍ચ

   રાજકોટ, તા.૧૩ :  ચાઈનીઝ કંપની આઈવુંમીએ બે સસ્‍તા સ્‍માર્ટફોન એમઆઈ-૩ અને એમઆઈ-૩ એસ ભારતમાં લોન્‍ચ કર્યા છે. જેની ક્રમશ કિંમત ૫૪૯૯ અને ૬૪૯૯ રાખી છે. કંપની મુજબ આ ફોનની ડિસ્‍પ્‍લે અનબ્રેકેબલ છે. બંને ફોનમાં એન્‍ડ્રોઇડ ૭.૦ નોગટ ઓપરેટિંગ સિસ્‍ટમ અપાઈ છે. એમઆઈ -૩માં ૫.૨ ઇંચની એચડી આઇપીએસ ડિસ્‍પ્‍લે છે અને તેના ઉપર ૨.૫ડી કવર્ડ ગ્‍લાસ છે. ૨જીબી રેમ છે અને ૧૬ જીબી ઇનબિલ્‍ટ મેમરી છે. જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી ૧૨૮ જીબી સુધી વધારી શકાય છે.

   એમઆઈ-૩ એસ મમાં ૩જીબી રેમ છે. ૩૨ જીબી ઇનબિલ્‍ટ મેમેરી છે. ફોનમાં ૮ મેગા પિક્‍સલનો રિયર કેમેરો છે અને વિડિઓ કોલિંગ-સેલ્‍ફી માટે ૮ મેગા પિક્‍સલનો ફ્રન્‍ટ કેમેરો છે. ૪જી વીઓએલટીઇ સપોર્ટેડ આ ફોનમાં ૩૦૦૦ એમએએચની બેટરી છે.

 (09:35 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS